- સુરત જિલ્લામાં ચેકડેમો ભંગારમાં ફેરવાયા
- રોજનું લાખો ગેલન પાણી દરિયામાં વહી જઈ રહ્યું છે
- આ ચેકડેમો ગત ચોમાસા દરમિયાન પૂરેપૂરા ભરાઈ ગયા હતા
સુરત જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ સિંચાઈની સવલતો વધારવાના ભાગરૂપે તેમજ આ વિસ્તારમાં જળસ્તર ઊંચૂ રહે તે માટે અનેક વિસ્તારોમાંથી પ્રસાર થતી નદીઓ, કોતરો અને ખાડીઓ પર અત્યાર સુધીમાં કરોડો રૂપિયા ખર્ચીને અનેક ચેકડેમો બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: 30 હજારથી વધારે સુદાનીઓ ભારતમાંથી ગ્રેજ્યુએટ થયા
આ ચેકડેમો ગત ચોમાસા દરમિયાન પૂરેપૂરા ભરાઈ ગયા હતા
આ ચેકડેમો ગત ચોમાસા દરમિયાન પૂરેપૂરા ભરાઈ ગયા હતા, પરંતુ ચેકડેમોના ગેટની બારીઓ ક્યાં તો ચોરાઈ ગઈ છે અથવા તો પૂર દરમિયાન તણાઈ ગઈ છે. તે ફરી ફિટ નહી થતાં અત્યારે લાખો ગેલન કિંમતી પાણી બિનજરૂરી રીતે સરકારી તંત્રની બેજવાબદારીના કારણે વહી જઈ રહ્યું છે. આવનારા ટૂંકા દિવસોમાં ચેકડેમમાંથી પાણી વહી ગયા પછી નદીઓ સૂકીભટ થઈ જવાની સમસ્યા ઊભી થઈ છે. સુરત જિલ્લાના મહુવા, બારડોલી, કામરેજ, પલસાણા, માંડવી અને બાજુના વાલોડ તાલુકામાંથી પસાર થતી નદીઓ, ખાડી અને કોતરો પર રાજ્ય સરકારે સિંચાઈની સવલતો વધારવા તેમજ ચોમાસાનું વરસાદી પાણી સંગ્રહિત કરી જળસ્તર ઊંચા લાવવા માટે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા ચેકડેમો સરકારની જાળવણીના અભાવે હાલ ભંગાર હાલતમાં જણાઈ રહ્યા છે.
આ પણ વાંચો: IMD અનુસાર દેશના કોઈપણ ભાગમાં હીટ વેવની કોઈ શક્યતા નથી
રોજનું લાખો ગેલન પાણી દરિયામાં વહી જઈ રહ્યું છે
જોકે મોટાભાગના ચેકડેમોમાં પાણી અટકાવવા માટે કે વધારાનું પાણી નીચેના વિસ્તારોમાં છોડવા માટે બનાવવામાં આવેલા ગેટ હાલ ખુલ્લા પડયા છે. મોટા ભાગના ચેકડેમોના ગેટની બારીઓ ક્યાં તો ચોરાઈ ગઈ છે, ક્યાં તો પૂર દરમિયાન તણાઈ ગઈ છે. જેના કારણે અત્યારે જ્યાં જુઓ ત્યાં 90 ટકાથી વધારે ચેકડેમોમાં પાણી અટકાવવા માટે મૂકવામાં આવેલી ગેટની બારીઓ ન હોવાથી રોજનું લાખો ગેલન પાણી બિનજરૂરી રીતે દરિયા તરફ વહી જઈ રહ્યું છે. જેના કારણે આવનારા સમયમાં સુરત જિલ્લામાં ગયા વર્ષની જેમ જળસંકટની સ્થિતિ ઊભી થશે.
આ પણ વાંચો: ગુજરાત: ખાણ-ખનિજ માફિયાઓ પર તંત્રએ કરી લાલ આંખ
ચેકડેમોમાં સંગ્રહિત કરોડો ગેલન પાણી બચાવવા માટે તંત્ર બેદરકાર
મહુવા તાલુકામાંથી પસાર થતી અંબિકા, ઓલણ, કાવેરી, ધુમાસીખાડી, પૂર્ણા નદી ઉપરાંત આ તાલુકામાંથી પસાર થતી અન્ય નાની ખાડી અને કોતરો પર બનાવવામાં આવેલા ચેકડેમો લગભગ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે. અત્યારે દરેક ચેકડેમોમાં સંગ્રહિત ગેટની બારીના અભાવે પાણી બિનજરૂરી રીતે વહી જઈ રહ્યું છે. કેટલાક ચેકડેમોમાં ભંગાણ પડવાથી પણ કિંમતી પાણી વેડફાઈને નીચે વહી જઈ રહ્યું છે. ચેકડેમોમાં સંગ્રહિત કરોડો ગેલન પાણી બચાવવા માટે સરકારી તંત્ર બેજવાબદારી નીતિના કારણે આવનારા સમયમાં ગયા વર્ષની જેમ મહુવા તાલુકામાં છતાં પાણીએ જળસંકટ ઊભું થશે તે નક્કી વાત છે. તે જ પ્રમાણે વાલોડ તાલુકામાંથી પસાર થતી પૂર્ણા, વાલ્મીકિ ઉપરાંત અન્ય નાની ખાડી અને કોતરો પર બનેલા ચેકડેમોની પણ આવી જ હાલત હોવાથી કિંમતી પાણી સંગ્રહિત થવાના બદલે વહી જઈ રહ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદ-હરિદ્વાર ટ્રેનને આ શહેર સુધી લંબાવવાનો રેલવેએ નિર્ણય કર્યો
આખુ વર્ષ પાણીની સમસ્યા હલ થઈ શકે તેમ છે
બારડોલી તાલુકામાંથી પ્રસાર થતી મીંઢોળા નદી, ચીક ખાડી, વાંકાનેર ખાડી, ઉતારા-વધાવા ખાડી, સુરાલી ખાડી આ ખાડીઓ પર બનાવવામાં આવેલા ચેકડેમો પણ ભંગાણમાં ફેરવાયા છે. જેને લઈને કિંમતી પાણી રોજનું વહી જઈ રહ્યું છે. તે જ પ્રમાણે માંડવી, માંગરોળ, પલસાણા અને કામરેજ વિસ્તારની ખાડી પર વરસાદી પાણીના સંગ્રહિત માટે બનાવાયેલા ચેકડેમો જાળવણીના અભાવે ભંગાર થઈ ગયા હોવાથી ખાડીઓનું પાણી વહીને બરબાદ થઈ રહ્યું છે. સુરત જિલ્લામાંથી પસાર થતી તમામ નદી અને ખાડીઓ પર બનેલા ચેકડેમોમાં પૂરેપૂરું પાણી સંગ્રહિત થાય તો આખું વર્ષ પાણીની સમસ્યા હલ થઈ શકે તેમ છે. પરંતુ સરકારનો સિંચાઈ વિભાગ જાગતું ન હોવાથી નદી, કોતરોમાં સંગ્રહિત પાણી દરિયામાં વહી જઈ રહ્યું છે.