કુંભલગઢમાં પર્યટકો માટે નવું નજરાણું, લાખેલા લેક બનશે પિકનિક સ્પૉટ
‘રાજસ્થાન’ નામ સાંભળીને જ નજર સામે રણ અને કિલ્લાઓનું રમણીય દ્રશ્ય આવી જાય છે. જોકે આ રાજ્ય એક એવો સમૃદ્ધ ઈતિહાસ ધરાવે છે જેનાથી આકર્ષાઇને દર વર્ષે લાખો દેશી-વિદેશી પર્યટકો રાજસ્થાનની મુલાકાત લે છે. અહીંના કિલ્લા અને મહેલો તથા રણની સુંદરતા પર્યટકોને ખૂબ જ આકર્ષિત કરે છે. અહીં અનેક એવા પ્રચલિત સ્થળો છે જે કિલ્લાઓને લીધે દુનિયાભરમાં પ્રચલિત થયા છે. જયપુરથી લઇને જૈસલમેર સુધી આમેરનો કિલ્લો લોકો વચ્ચે પ્રખ્યાત છે, પરંતુ એમાં કુંભલગઢનો ઐતિહાસિક કિલ્લો એક અલગ જ મહત્વ ધરાવે છે.
કુંભલગઢની સુંદરતામાં થશે વધારો
કુંભલગઢની મુલાકાત લેનારા પર્યટકો માટે ટૂંક સમયમાં નવું નજરાણું બનશે. અને આ નજરાણું એટલે કુંભલગઢનું લાખેલા તળાવ. જી હાં, તળાવ ઓવરફ્લો થયા બાદ લાખોલા તળાવની આસપાસ ગંદકી ફેલાયેલી હતી. આ ગંદકી અને તળાવની સાફ-સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
કુંભલગઢમાં પર્યટકો માટે નવું નજરાણું, લાખેલા લેક બનશે પિકનિક સ્પૉટ
SDM જયપાલ સિંહ અને મામલતદાર રંજીત સિંહે કામગીરી અંગે આપી માહિતી #kumbhalgadh #Rajasthan #GujaratiNews #HumDekhengenews #LakhelaLake pic.twitter.com/Wg5YvB2dv8
— Hum Dekhenge News (@humdekhengenews) September 3, 2022
1 મહિનામાં પૂરું થશે લાખેલા તળાવની સફાઈનું અભિયાન
લાખેલા તળાવના સફાઈ અભિયાનની પહેલ SDM જયપાલસિંહ અને મામલતદાર રંજીત સિંહે શરૂ કરી છે. લાખેલાની સુંદરતાને વધુ નિખારવા માટે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત લાખેલા તળાવની આસપાસ સાફ-સફાઈ કરવામાં આવશે. એક મહિનાની અંદર આ અભિયાન પૂરું કરી દેવામાં આવશે. કુંભલગઢ દુર્ગ ફરવા આવનાર પર્યટકો હવે લાખેલા તળાવની સુંદરતા નિહાળી શકશે.