ટ્રેન્ડિંગમનોરંજન

બીજી વખત રીલીઝ થયુ લૈલા મજનુ, તોડ્યા અગાઉના રેકોર્ડ

Text To Speech
  • લૈલા મજનૂ તૃપ્તિ ડિમરી અને અવિનાશ તિવારીના કરિયરની ડેબ્યૂ ફિલ્મ હતી. આ ફિલ્મ પછી જ બંને કલાકારોને ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મળવા લાગી હતી

13 ઓગસ્ટ, મુંબઈઃ વર્ષ 2018માં ઈમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘લૈલા મજનુ’ ફરી એકવાર થિયેટરમાં રીલીઝ થઈ છે. આ ફિલ્મમાં ‘એનિમલ’ ફેમ તૃપ્તિ ડિમરી અને અવિનાશ તિવારી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. 2018માં આ ફિલ્મ દર્શકોને વધારે પ્રભાવિત કરી શકી ન હતી, પરંતુ હવે તે ફરી રીલીઝ થતાં ચાહકોની ઉત્તેજના બમણી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

થિયેટર્સમાં ફરી રીલીઝ થઈ લૈલા મજનૂ

ફરીથી રીલીઝ થયા બાદ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી રહી છે. ‘લૈલા મજનૂ’ તૃપ્તિ ડિમરી અને અવિનાશ તિવારીના કરિયરની ડેબ્યૂ ફિલ્મ હતી. આ ફિલ્મ પછી જ બંને કલાકારોને ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મળવા લાગી હતી. જો કે તે સમયે આ ફિલ્મ હિટ રહી ન હતી, પરંતુ હવે જ્યારે તે ફરીથી રીલીઝ થઈ છે, તો ફિલ્મે માત્ર 4 દિવસમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે.

પહેલી રીલીઝની ટોટલ કમાણીનો આંકડો પાર

2018માં થિયેટરોમાં માત્ર ₹2.18 કરોડની કમાણી કરનારી ફિલ્મ જ્યારે શુક્રવારે ફરીથી રીલીઝ કરવામાં આવી ત્યારે ફિલ્મે પહેલા દિવસે 30 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજા દિવસે એટલે કે શનિવારે 75 લાખ અને ત્રીજા દિવસે (રવિવારે) 1 કરોડ રૂપિયા એકત્ર થયા હતા. સોમવારે એટલે કે ચોથા દિવસે ફિલ્મે રુ. 60 લાખનું કલેક્શન કર્યું હતું, ત્યારપછી કુલ કલેક્શન રૂ. 2.65 કરોડ થઈ ગયું છે

પ્રથમ વખત ફિલ્મ દ્વારા કરવામાં આવેલા કુલ કલેક્શનના રેકોર્ડને તોડીને ફિલ્મે ફરીથી રીલીઝ થયાના માત્ર 4 દિવસમાં 2.65 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. લૈલ મજનૂએ હજુ એક અઠવાડિયું પણ પૂરું કર્યું નથી, તેથી સપ્તાહના અંત સુધીમાં કમાણીના આંકડા વધી શકે છે.

આ પણ વાંચોઃ શાહરૂખે ઈન્ટરનેશનલ ઓડિયન્સને કહ્યું, ‘મને ગુગલ કરી લેજો’, ગુગલે આપ્યો જવાબ

Back to top button