17 વર્ષની સગીરાએ બાળકીને જન્મ આપ્યો અને પરિવારે HCમાં અરજી કરી


- મોરબીની 17 વર્ષીય સગીરાને બાળકીને જન્મ આપ્યો
- કાયદા મુજબ ચાર મહિના સુધી માતા બાળકને રાખી શકે છે
- પરિવારની મરજીથી બાળક દત્તક આપવા HCમાં અરજી
17 વર્ષની સગીરાએ બાળકીને જન્મ આપ્યો અને પરિવારે HCમાં અરજી કરી છે. જેમાં મોરબીની 17 વર્ષની સગીરાએ બાળકીને જન્મ આપ્યો છે. તેમાં પરિવારની મરજીથી બાળક દત્તક આપવા HCમાં અરજી થઇ છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે ઈન્કાર કર્યો છે. તેમજ સરકારી પોલિસી મુજબ જ બાળકી દત્તક લઈ શકો છો તેમ HCએ જણાવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી, જાણો કયા થશે જળબંબાકાર
મોરબીની 17 વર્ષીય સગીરાને બાળકીને જન્મ આપ્યો
મોરબીની 17 વર્ષીય સગીરાને બાળકીને જન્મ આપ્યો છે. જેના બાદ વકીલે પરિવારની મરજીથી બાળક પસંદગીના લોકોને દત્તક આપવા અરજી કરી છે. આ સગીરાનો POCSO અને IPC 376 અંતર્ગત કેસ દાખલ કરેલો છે. એની ગર્ભપાત અંગેની સુનાવણી જજ સમીર દવેની કોર્ટમાં ચાલી હતી. કોર્ટના આદેશ પ્રમાણે, સગર્ભા સગીરાને ગર્ભપાતની મંજૂરી ન મળતાં તેને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે પ્રસૂતિ થઈ હતી, જ્યાં 8 ઓગસ્ટે તેણે તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. એના બીજા દિવસે એડવોકેટે સગીરાની બાળકીને પસંદગીના લોકોને દત્તક આપવા કોર્ટનું ડિરેક્શન મગાયું હતું.
આ પણ વાંચો: રાજકોટના ભક્ત દ્વારા અંબાજી મંદિરમાં 558 ગ્રામ સોનુ ભેટ સ્વરૂપે અર્પણ કરાયું
કાયદા મુજબ ચાર મહિના સુધી માતા બાળકને રાખી શકે છે
ગર્ભપાતની સુનાવણી દરમિયાન પણ વકીલે સારા લોકો બાળક દત્તક લેવા તૈયાર છે, એમ વૈકલ્પિક વ્યવસ્થામાં જણાવ્યું હતું, કારણ કે બાળકને ફેમિલી રાખવા નથી માગતી. કાયદા મુજબ ચાર મહિના સુધી માતા બાળકને રાખી શકે છે. ત્યાં સુધી બાળકને રાખવું કે નહીં એનો નિર્ણય કરવાનો રહે છે. બાદમાં તે બાળક સરકારને આપી દેવું પડે છે. આ મુદ્દે કોર્ટમાં સરકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારમાં સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીનું લાઇવ પોર્ટલ હોય છે. બાળક દત્તકની પ્રક્રિયા માટે માતા-પિતાએ તેની પર એપ્લિકેશન આપવાની હોય છે તેમજ ડોક્યુમેન્ટ ઓનલાઈન જમા કરાવવાના રહે છે. જે જિલ્લામાંથી અરજી આવી હોય ત્યાં સરકારી અધિકારીઓ ચેકિંગ માટે જાય છે. ડોક્યુમેન્ટ ફિઝિકલ વેરિફાય કરીને ફરી પોર્ટલ પર અપલોડ કરે છે.