ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતમાં મોડેલ તરીકે કામ કરતી યુવતીએ ગળાફાંસો ખાધો, પ્રેમ પ્રકરણની આશંકા

Text To Speech

સુરત, 19 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં આપઘાતના અનેક બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. બેરોજગારી અને પ્રેમ પ્રકરણમાં થતા આવા બનાવોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ત્યારે સુરતમાં મોડલ તરીકે કામ કરતી યુવતી તાન્યા ભવાનીસિંગે ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં તેણે આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. તાન્યા તેના પરિવારમાં એકની એક દીકરી હતી.

યુવતી મોડેલ તરીકે કામ કરતી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એલિગન્સ રેસિડેન્સી ખાતે 28 વર્ષીય તાન્યા ભવાનીસિંગ પરિવાર સાથે રહેતી હતી. તાન્યાના પિતા મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે તાન્યાને એક ભાઈ છે. આ 28 વર્ષીય તાન્યા મોડલ તરીકે કામ કરતી હતી. હાલ તેના આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી.

પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણની આશંકા
ઘટનાની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણની આશંકા સેવવામાં આવી રહી છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.તાન્યા મોડેલિંગના ક્ષેત્રમાં મોડલ તરીકે કામ કરતી હતી. ગત રોજ રાત્રે તાન્યા ઘરે મોડી આવી હતી. સવારમાં દીકરી લટકતી હાલતમાં મળી આવતા પરિવારના સભ્યો પણ ચોંકી ઊઠ્યા હતા. તાન્યાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃઇન્ટરનેટ વિના તમારી ટ્રેન વિશે જાણકારી કેવી રીતે મળી શકે? આ રહ્યો રસ્તો

Back to top button