ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

લેડીઝ, 50ની ઉંમરે પણ હેલ્ધી રહેવું હોય તો ખાવાનું શરુ કરી દો આ એક વસ્તુ

  • જો 50 વર્ષની ઉંમરે મહિલાઓ પોતાના ખાનપાન અને પોષણનું ધ્યાન રાખે તો ભવિષ્યમાં તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

જેમ જેમ મહિલાઓ 50 વર્ષની ઉંમરની નજીક પહોંચે છે તેમ તેમ તેમના શરીરમાં ઘણા ફેરફારો જોવા મળે છે આવા સમયે મહિલાઓના શરીરને પોષક તત્વોની જરૂર હોય છે. જો આ ઉંમરે મહિલાઓ પોતાના ખાનપાન અને પોષણનું ધ્યાન રાખે તો ભવિષ્યમાં તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આ ઉપરાંત, તે સક્રિય જીવન પણ જીવી શકે છે. 50 વર્ષની ઉંમરે મહિલાઓ માટે જરૂરી છે કે તેઓ પર્યાપ્ત માત્રામાં રોજ કેટલાક પોષક તત્વોનો આહાર સમાવેશ કરે.

આ ઉંમરે મહિલાઓએ મેનોપોઝ સહિત અનેક શારીરિક તકલીફોનો સામનો કરવો પડે છે અને 50 વર્ષની ઉંમર સુધીમાં મહિલાઓના શરીરની ચરબી પણ વધી જાય છે. આ સમયગાળા દરમિયાન, મહિલાઓની ત્વચાની ઈલાસ્ટિસિટી ઓછી થવા લાગે છે અને રિંકલ્સ, વાળ સફેદ થવા જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. મહિલાઓના શરીરમાં મસલ માસ પણ ઘટવા લાગે છે જેના કારણે મહિલાઓ નબળાઈ અનુભવે છે. આવી સ્થિતિમાં, આ બધી સમસ્યાઓથી બચવા માટે, સ્ત્રીઓએ આ સમય દરમિયાન પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઈએ. આવી પોષકતત્વોથી ભરપૂર એક વસ્તુ છે દલિયા. એટલે કે ઘઉંના ફાડા. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

લેડીઝ, 50ની ઉંમરે પણ હેલ્ધી રહેવું હોય તો ખાવાનું શરુ કરી દો આ એક વસ્તુ hum dekhenge news

વજનને કન્ટ્રોલ કરવામાં મદદ

50 વર્ષની ઉંમરે, મહિલાઓ તેમના શરીરમાં મહત્વપૂર્ણ ફેરફારો અનુભવે છે, જેમાં વજનમાં વધારો પણ સામેલ છે. આ સમયે આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે હેલ્ધી હોય અને શરીરમાં બિનજરૂરી વજન ન વધારે. દલિયામાં ફાઈબરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને તેને ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. એક રિસર્ચ અનુસાર જે મહિલાઓ રોજ આખા અનાજનું સેવન કરે છે તેમનું વજન કન્ટ્રોલમાં રહે છે.

કબજિયાત દૂર કરે છે

મેનોપોઝ બાદ મહિલાઓને એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોનના સ્તરમાં ઘટાડો થવાને કારણે કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડે છે. જેના કારણે મહિલાઓના પેલ્વિક ફ્લોર મસલ્સ પણ ખૂબ નબળા થવા લાગે છે. ફાઇબરથી સમૃદ્ધ હોવાથી દલિયા આંતરડા અને પાચન તંત્રમાંથી ઝેરી પદાર્થો અને કચરો બહાર કાઢવાનું કામ કરે છે, તેથી કબજિયાતનું જોખમ ઓછું થાય છે. હાઈ ફાઇબર સામગ્રીને લીધે, દલિયા ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ રોગ માટે પણ ફાયદાકારક છે.

લેડીઝ, 50ની ઉંમરે પણ હેલ્ધી રહેવું હોય તો ખાવાનું શરુ કરી દો આ એક વસ્તુ hum dekhenge news

 

મસલ માસ વધારે છે

વધતી ઉંમર સાથે મસલ માસમાં 3 થી 8 ટકાનો ઘટાડો થાય છે અને 50 વર્ષની ઉંમર પછી, આ દર વધવા લાગે છે. દલિયામાં પ્રોટીન અને વિટામીનનું પ્રમાણ વધુ હોય છે જે મસલ માસ વધારવામાં મદદ કરે છે.

એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણો

દલિયામાં એક બીટાઈન નામનું મેટાબોલિક કમ્પાઉન્ડ હોય છે જે શરીરમાં થતા ઈન્ફ્લેમેશનને ઘટાડવામાં મદદ કરે છે.

બ્રેસ્ટ કેન્સરથી બચાવ

દલિયામાં ફાઈબરની માત્રા ખૂબ વધારે હોય છે, તેથી તેને ખાવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઓછું થઈ શકે છે. ઘણા સંશોધનોમાં આ વાત સાબિત થઈ છે.

આ પણ વાંચોઃ ટ્વિંકલ ખન્નાએ આ ઉંમરે કર્યું પોસ્ટ ગ્રેજ્યુએશન, અક્ષયે પોસ્ટ શેર કરી ખુશી વ્યક્ત કરી

Back to top button