કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

જામનગરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે લાડુ ખાવાની સ્પર્ધા, એક ભાઈ 12 લાડુ આરોગી ગયા

Text To Speech

જામનગર, 07 સપ્ટેમ્બર 2024, શહેરમાં બ્રહ્મ સોશ્યલ ગ્રૂપ દ્વારા સતત 15માં વર્ષે ઓપન સૌરાષ્ટ્ર લાડુની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થી નિમિત્તે યોજાયેલા આ આયોજનમાં એક ભાઈ 12 લાડુ ખાધા હતા. ઉપરાંત 9 લાડુ ખાઈ એક મહિલા અને 5 લાડુ ખાઈ એક બાળકે પ્રથમ નંબરે સ્થાન મેળવ્યું હતું. આજના ફાસ્ટ ફૂડના જમાનામાં આજની પેઢી શુદ્ધ ઘી ગોળથી બનેલા ગુણકારી લાડુ ખાતા થાય તે માટેના ઉપદેશથી આયોજન કરવામાં આવ્યું હતું.

33 પુરુષો, 6 બહેનો તથા 10 બાળકો સહિત 49 સ્પર્ધકો જોડાયા
જામનગર શહેરમાં ગીરીનારાયણ બ્રહ્મ સમાજની વાડી ખાતે આ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં આજુબાજુના શહેર લાલપુર, જામજોધપુર સહિતના સ્થળોએથી પણ સ્પર્ધકો ભારે ઉત્સાહભેર જોડાયા હતા. આયોજકો દ્વારા 100 ગ્રામના લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં શુદ્ધ ઘી અને દૂધનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં 33 પુરુષો અને 6 બહેનો તથા 10 બાળકો સહિત 49 સ્પર્ધકો જોડાયા હતા. આ સ્પર્ધામાં પ્રથમ નંબરે ભાઈઓમાં સવજીભાઈ મકવાણાએ 12 મોદક ખાધા હતા. જ્યારે બહેનોની સ્પર્ધામાં પદ્મિનીબેન ગજેરા 9 મોદક અને બાળકોમાં આયુષ ઠાકરએ 5 મોદક આરોગી પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.

સવજીભાઈ મકવાણા 12 મોદક આરોગીને પ્રથમ સ્થાને રહ્યા
જામનગરની આ મોદક સ્પર્ધા અંગે આયોજક આનંદભાઈ દવેએ મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે, આજની સ્પર્ધામાં શુદ્ધ ઘીના લાડુ અને દાળ રાખેલા હતા. જેમાં ભાઈઓમાં સવજીભાઈ મકવાણા 12 મોદક આરોગીને પ્રથમ સ્થાને રહ્યા હતા. તેઓ પ્રથમ આવતા અભિનંદન સાથે શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ઘરે બેઠા લાલ બાગ ચા રાજાના દર્શન કરો, અહીં જુઓ ડાયરેક્ટ લીંક

Back to top button