ટ્રેન્ડિંગનેશનલ

લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીનું પરિણામ જાહેર

Text To Speech
  • પાર્ટીના ઉમેદવાર ચૂંટણીમાં વિજય થતાં કાર્યકરોએ જશ્ન મનાવ્યો હતો 
  • કલમ 370 હટાવ્યા બાદ આ ચૂંટણીનું પ્રથમ વખત મતદાન યોજાયું

કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના કારગીલમાં લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીનું રવિવારે(8 ઓક્ટોબરે) પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હજુ પણ વોટની ગણતરી ચાલી રહી છે. ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારનો વિજય થતાં કાર્યકરોએ જશ્ન મનાવ્યો હતો. કલમ 370 હટાવ્યા બાદ આ ચૂંટણીનું પ્રથમ વખત મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં 77.61 ટકા મતદાન નોંધાયું હતું. 5મી લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (LAHDC)-કારગિલ માટે મતદાન બુધવારે (4 ઓક્ટોબર) સવારે 8 વાગ્યે શરૂ થયું હતું અને કારગિલ જિલ્લામાં સ્થાપિત તમામ 278 મતદાન મથકો પર સરળતાથી પૂર્ણ થયું હતું.

કાર્યકરોએ પાર્ટીના ઉમેદવારની જીતનો જશ્ન મનાવ્યો હતો 

લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ-કારગીલની ચૂંટણીનું પરિણામ જાહેર થતા આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત થતા પાર્ટીના કાર્યકરોએ જશ્ન મનાવ્યો હતો તેમજ જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સના કાર્યકરોએ પણ 2 સીટ પર પાર્ટીના ઉમેદવારોનો વિજય થતા ઉજવણી કરી હતી.

 

 

કલમ 370 નાબૂદ થયા બાદ પહેલી ચૂંટણી

તારીખ 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 નાબૂદ અને રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં પુનર્ગઠન પછી કારગીલમાં પ્રથમ ચૂંટણી યોજાઇ હતી. જેમાં બુધવારે(4 ઓક્ટોબરે) આ ચૂંટણીમાં 74,026 વોટ પડ્યા હતા. ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ (NC) અને કોંગ્રેસ ગઠબંધનની સીધી સ્પર્ધા ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે હતી. અહીં કાઉન્સિલની 26 બેઠકો માટે કુલ 85 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં ભાજપે 17 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

આ પણ વાંચો :રાજસ્થાનમાં જાતિ જનગણના માટે ગેહલોત સરકારે આદેશ કર્યો

Back to top button