પાલનપુરના સુભાષચંદ્ર બોઝ શોપિંગ સેન્ટરમાં પાર્કિંગ, શૌચાલયની સુવિધાનો અભાવ
પાલનપુર : પાલનપુરના રેલ્વે સ્ટેશન સામે આવેલા વિસ્તારમાં સુભાષચંદ્ર શોપિંગ સેન્ટર પાલિકા દ્વારા બનાવવામાં આવેલું છે. આ શોપિંગ સેન્ટરમાં વેપારીઓ એ દુકાન ખરીદી પોતાનો ધંધો રોજગાર કરે છે. પરંતુ પાયાની સગવડ એવી શૌચાલય અને વાહન પાર્કિંગની આ શોપિંગ સેન્ટરમાં કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. વળી શોપિંગ સેન્ટરની આગળ મોટા પ્રમાણમાં કચરો પણ ઠલવાઈ રહ્યો છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે.
શોપિંગ સેન્ટરના વેપારીઓએ પાલિકા પ્રમુખને લેખિતમાં કરી રજૂઆત
શોપિંગ સેન્ટરમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી ખરીદી માટે આવતા ગ્રાહકોને પોતાનું વાહન ક્યાં પાર્ક કરવી તે પણ મોટી સમસ્યા છે. જેથી અવાર નવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આ અંગે શોપિંગ સેન્ટરના વેપારીઓએ પાલિકામાં વારંવાર રજૂઆતો પણ કરી છે. છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી સુભાષચંદ્ર શોપિંગ સેન્ટરના વેપારીઓએ એકઠા થઈને ફરીથી પાલિકાના પ્રમુખ સમક્ષ બંને મુદ્દાને લઈને લેખીત રજૂઆત કરી છે. અને તાત્કાલિક આ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેની માગણી કરી છે.
આ પણ વાંચો : રાજ્યના આ બંદર પર લગાવાયા ભયજનક સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના