દક્ષિણ ગુજરાતબજેટ-2023

કુત્રિમ હીરો- લેબગ્રોન ડાયમંડ કેમ બજેટમાં ખાસ કરવી પડી જાહેરાત ? સુરત સાથે છે ખાસ કનેક્શન

બજેટમાં દરેક ઉદ્યોગ માટે કોઈને કોઈ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કુત્રિમ રીતે તૈયાર થતા લેબગ્રોન ડાયમંડ માટે બજેટમાં વિશેષ જાહેરાત કરવામાં આવી છે. જેને પ્રોત્સાહન આપવા માટે IITને ગ્રાન્ટ આપવામાં આવશે અને તેમાં IIT લેબગ્રોન ડાયમંડ અંગે રિસર્ચ કરી શકશે. જેના દ્વારા આ ડાયમંડના ઉત્પાદન માટે ભારતીય હીરા ઉદ્યોગકારોને યુનિટ બનાવવામાં મદદ મળશે.

આ પણ વાંચો : કેન્દ્રીય બજેટ-2023 : નાણામંત્રીએ યુવાનોને રોજગારી સહિત આ ભેટ આપી 

આ પણ વાંચો : બજેટ-2023 : રેલવેના આધુનિકરણ માટે બજેટમાં શું કરવામાં આવી ફાળવણી ?

લેબમાં બનેલા હીરા…આખરે શું છે? કેવી રીતે બને છે?

કુદરતી હીરા તો અમૂલ્ય હોય છે. હીરો એક ખનીજ છે છે જે જમીન નીચેનો કાર્બનિક પદાર્થ હોય છે. હીરો તો શુદ્ધ રૂપે કાર્બનિક છે. એટલે કે જો તેણે સળગાવવામાં આવે તો અંતમાં તેની રાખ પણ મળશે નહી. a કાર્બનમાં બદલાઈ જશે. જમીનમાં અંદર ખૂબ જ દબાણ અને તાપમાનમાં જયારે કાર્બનના કણ મળે છે. ત્યારે તે હીરો બને છે. આતો વાત થઇ કુદરતી હીરાની. નેચરલ ડાયમંડ કરતા લેબગ્રોન ડાયમંડ 70 થી 80% ઓછા ભાવે મળી જાય છે. લેબગ્રોન ડાયમંડ સુરતમાં પોડક્શન થતા અહીં જવેલરી ઉદ્યોગ માટે સુવર્ણ તકો ઉભી થઈ છે.

diamonds BK hum dekhenge
File image

લેબમાં કેવી રીતે હીરા બને છે?

આજકાલ હીરાનો એક બીજો ઉદ્યોગ પણ છે જેને લેબમાં બનેલ હીરા ઉદ્યોગ કહેવામાં આવે છે. એને બનાવટી હીરો પણ કહેવામાં આવે છે. લેબગ્રોન ડાયમંડનું પ્રોડ્કશન ખુબ ઝડપથી વધી રહ્યું છે. લેબગ્રોન ડાયમંડ આવનાર 1 વર્ષમાં 900% વધારો થશે. અત્યારે શહેરમાં કુલ 2500 મશીનો શરૂ છે. 5000 કરતા વધારે મશીનો મુકાશે. મોટા યુનિટો કાર્યરત થઈ રહ્યાં છે. લેબગ્રોન ડાયમંડનું પ્રોડક્શન કરતી મોટી 10 ફેક્ટરી છે. નાના યુનિટો 300 કરતા વધારે છે. હાલ 2 લાખ કેરેટ દર મહિને સુરતમાં આવે છે.

Budget 2023: બજેટમાં શું સસ્તું થયું અને શું મોઘું? જાણો કોને થશે કેટલો ફાયદો

બજેટ વિશે શું કહ્યું સુરતના હીરા ઉદ્યોગકારોએ?

સુરત ડાયમંડ એસોસિએશનના દામજી માવાણીએ કહ્યું કે, લેબગ્રોન ડાયમંડના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે આઈઆઈટીને ગ્રાન્ટ આપવામાં આવશે. ચાઈનામાં બનતા એચપીએચટી જેવા ડાયમંડ ભારતમાં બને તે બાબતે રિસર્ચ થશે. તેથી પણ મોટો ફાયદો થશે. એચપીએચટી ડાયમંડ ક્ષેત્રે ભારત સ્વાવલંબી બનશે. અહીં એચપીએચટી ડાયમંડ બનતા થશે અને ભારતીય કૃત્રિમ હીરા ઉદ્યોગો ચીન સાથે સ્પર્ધા કરતા થશે.

સુરત જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જ્યંતિભાઈએ કહ્યું કે, આઈઆઈટી આરએનડી કરશે, તેથી હીરા ઉદ્યોગને ફાયદો થશે. ચીનથી આયાત થતી એચપીએચટી ચીપ્સ પર 5 ટકા ડ્યૂટી લાદવાથી લોકો હવે અહીં જ બનાવતા થશે, જેથી ફાયદો થશે. સુરતના વેપારીઓ હવે લેબગ્રોન ડાયમંડ પણ બનાવશે અને તેની જ્વેલરી પણ બનાવશે અને એક્સપોર્ટ કરશે. ચોક્કસપણે કેન્દ્રીય નાણામંત્રીની લેબગ્રોન ડાયમંડ અંગેની જાહેરાતના પગલે સુરતના હીરા ઉદ્યોગકારો ખુશ થયા છે. હીરાના વેપારી નિલેષ બોડકીએ લેબગ્રોન ડાયમંડ અંગેની જાહેરાતને આવકારી હતી.

કેન્દ્રીય બજેટ-2023 : સામાન્ય જનતાનેે શું મળી ભેટ અને કોના માટે શું થયું મોંઘુ, જાણો સંપૂર્ણ માહિતી

Back to top button