કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ધારાસભ્ય હોય તો આવા! કાંધલ જાડેજા સતત 11 વર્ષથી પોતાના ખર્ચે સિંચાઈ માટેનું પાણી છોડાવી રહ્યા છે

Text To Speech

ધારાસભ્યો દ્વારા પોતાના વિસ્તારમાં અનેક વિકાસના કામો કરવામાં આવતા હોય છે. પરંતુ તે કામ માટે સરકાર તરફથી પૈસા આપવામાં આવતા હોય છે. પરંતું ભાગ્યે જ એવા કોઈ ધારાસભ્ય હશે જે પોતાના ખર્ચે લોકોની સેવા કરતા હોય. ત્યારે આવા જ એક ધારાસભ્યનું હાલ ખુબ ચર્ચાઇ રહ્યું છે. તે છે કુતિયાણા બેઠકના ધારાસભ્ય કાંધલ જાડેજા, જેઓ છેલ્લા 11 વર્ષથી સ્વખર્ચે ભાદર-2 ડેમમાથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડાવી રહ્યા છે.

કાંધલ જાડેજાની લોકપ્રિયતા

રાજ્યમાં એવા પણ ધારાસભ્યો હોય છે જે ચૂંટણી જીતી ગયા પછી પોતાના મતવિસ્તારમાં જોવા પણ નથી જતા ત્યારે આ ધારાસભ્ય પોતાના ખર્ચે તેમના વિસ્તારના લોકોની સમસ્યાનો હલ કરતા ચર્ચાનો વિષય બન્યા છે. કાંધલ જાડેજાએ આ વર્ષની ચૂંટણીમાં પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક પરથી સળંગ ત્રીજી વખત જીત મેળવી છે. જીત બાદ તેઓ ફરી લોકસેવાના કામમાં જોડાઇ ગયા છે. આ વિસ્તારમાં કાંધલ જાડેજા પોતાના કામોને લીધે ખુબ લોકપ્રિય બની ગયા છે. લોકોનું રહેવું છે કે ઘણા લોકો એમ કહે છે કે “આવા ધારાસભ્ય અમને આપી દ્યો, પણ અમને આવા ધારાસભ્ય માંડ મળ્યા છે”

ભાદર ડેમ-2-humdekhenews

ધારાજીના ભાદર ડેમ-2ના પાણીથી અનેક લોકોને ફાયદો

કાંઘલ જાડેજાએ 11માં વર્ષે ધોરાજીમાં ભૂખી ગામ નજીક આવેલા ભાદર ડેમ-2માંથી સિંચાઈ માટેનું પાણી પોતાના ખર્ચે છોડાવ્યું છે. આ પાણીનો લાભ ખેડૂતો અને ભાદર નદી કાંઠાના ગામોને અને ઘેડ પંથકને મળશે. જેથી આ વિસ્તારના લોકોમાં ખૂશીની લાગણી જોવા મળી રહી છે.

કેટલા ખર્ચે  છોડાવ્યું પાણી ?

કુતિયાણા બેઠકના ધારાસભ્ય કાંધલ જાડેજાએ સિંચાઈ વિભાગની ઓફિસમાં સાડા ત્રણ લાખ જેટલી રકમ ભરીને સિંચાઇ માટે ડેમમાંથી પાણી છોડાવ્યું છે. આ ડેમના ત્રણ દરવાજા ખોલીને 16,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

પહેલા ફાળો ઉઘરાવીને પાણી છોડાવતા હતા

વર્ષ 2008માં સિંચાઈના પાણી માટે ખેડૂતો પાસેથી ફાળો ઉઘરાવવામાં આવતો હતો, પરંતું વર્ષ 2012થી ધારાસભ્ય કાંધલજાડેજા પોતાના ખર્ચે ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી છોડાવી રહ્યા છે. અને આ સિંચાઇના પાણીનો 82 કિમી સુધીના વિસ્તારના લોકોને લાભ મળે છે.

આ પણ વાંચો :‘પઠાણ’ ફિલ્મને લઈને વિરોધ, અયોધ્યાના મહંતે ફિલ્મ બહિષ્કારની આપી ધમકી

Back to top button