ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

કચ્છનો બાળ સિતારો: બ્રહ્મ તેજસ્વીની અંતરા ભટ્ટ આ સ્પર્ધામાં બની પ્રથમ નંબરે વિજેતા

કચ્છ, ૨૯ જાન્યુઆરી: બેઢી બચાવો, બેટી પઢાઓના નરેન્દ્રભાઈ મોદીના સુત્રને ખરા અર્થમાં ભુજની ૧૦ વર્ષીય નાની બ્રહ્મ તેજસ્વીની બાળા અંતરા આનંદકુમાર રસિકલાલ ભટ્ટ બખુબીથી ચરીતાર્થ કરાવી રહી હોય તેમ શાસ્ત્રીય નૃત્ય અને સુગમ સંગીત ક્ષેત્રમાં ઉત્તરોત્તર કચ્છની યશકલગીમાં વધુને વધુ મોરપીંછ ઉમેરાતી કીર્તિમાન શિખર સર કરી રહી છે. ભુજ એરફોર્સ સ્કુલમાં ધો. પાંચમાં અભ્યાસ કરતી અંતરા ભટ્ટ તાજેતરમાં જ ગાંધીનગર ખાતે અભિનય ડાન્સ એકેડમીના ઉપક્રમે યોજાયેલી નેશનલ લેવલની શાસ્ત્રીય નૃત્ય (ભરતનાટયમ) સ્પર્ધામાં કચ્છમાથી એકમાત્ર સ્પર્ધક તરીકે ભાગ લઈ અને દેશભરના વિવિધ રાજયોમાંથી આવેલા સ્પર્ધકોને જુનીયર કેટેગરી (૯થી૧૪) વર્ષની વયજુથમાં પાછળ છોડી અને વટભેર પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી એરફોર્સ સ્કુલ ભુજ, સમસ્ત બ્રહ્મ સમાજના મોઢ જ્ઞાતિના પ્રતિષ્ઠિત ભટ્ટ પરીવાર તથા કચ્છનું માથું સાંસ્કૃતિક ક્ષેત્રમાં વધુ એક વખત ગૌરવભેર ઊંચકી દીધું છે.

દેશભરના પ્રતિભાશાળી કલાસીક નૃત્યકારોને સારૂ મંચ ઉપલબ્ધ કરાવવાના ઉદેશ્યથી રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે તાજેતરમાં ૧૮ અને ૧૯ જાન્યુઆરીના રોજ નેશનલ લેવલની ડાન્સ કોમ્પિટેશનમાં મહારાષ્ટ્ર, પશ્ચીમ બંગાલ, રાજસ્થાન, અને ગુજરાતના કચ્છ-રાજકોટ, વડોદરા-અમદાવાદ, સુરત ઉપરાંતના જિલ્લાઓમાથી અંદાજીત ર૫૦થી વધુ સ્પર્ધકોએ પોતાના પર્ફોમન્સનો જાદૂ પાથર્યો હતો. આ રાષ્ટ્રીયસ્તરની સ્પર્ધામાં ભરતનાટ્યમ, કથક, ઓડિસી, કુચીપુડી, મોહિનીઅટ્ટમ, સત્તરિયા, મણિપુરી અને ઈન્ડીયન ક્લાસિક ડાન્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ભુજની અંતરાએ ભરત નાટયમમાં જુનીયર કેટેગરીમાં મહિર્ષાસુર મર્દીની સ્ત્રોતમ્ અયગીરી-નંદીની રજુ કરી અને ઉપસ્થિત સૌને પોતાની પ્રતિભાથી મંત્રમુગ્ધ કરી દીધા હતા અને પ્રથમ નંબરે વિજેતા જાહેર થવા પામી હતી. અંતરાને ઉપસ્થિતી મહાનુભાવોના હસ્તે નેશનલ એવોર્ડ ટ્રોફી તથા સર્ટિફિકેટૅ આપીને સ્નમાનિત કરવામાં આવ્યા હતા. અંતરા શાસ્ત્રીનૃત્યનું પદ્વતિસરનું જ્ઞાન નુપુર એકેડમીના વૈશાલીબેન સોલંકી પાસેથી પ્રાપ્ત કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છના શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રે અતંરા ભટ્ટ એક નવો ઉભરતો સિતારો બની રહ્યો હોય તેમ નાની વયે વિવિધ સ્પર્ધાઓમાં પોતાનું કચ્છી ખમીર-હીર ઝળકાવી અને સિદ્ધીઓ હાંસલ કરી રહી છે. આ પહેલા અંતરાએ પુના ખાતે અખિલ ભારતીય સાંસ્કૃતીક સંઘ (યુનેસ્કો એફીલેટેડ) તથા અયોધ્યા મધ્યે આયોજીત રાષ્ટ્રીય કક્ષાની ભરત નાટયમ સ્પર્ધામાં અનુક્રમે ચાર અને ત્રણ નેશનલ એવોર્ડ હાંસલ કરી અને કચ્છને અનેરૂં ગૌરવ અપાવી ચુકી છે. ગાંધીનગરમાં મેળવેલી સિદ્ધી સાથે ૧૦ વર્ષની નાની વયે શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રમાં કુલ્લ ૮ નેશનલ એવોર્ડ અંતરાએ પોતાના નામે કરી લીધા છે. એટલુ માર જ નહીં પરંતુ સંગીત ક્ષેત્રમાં પણ શાળાકીય રાજય-ઝોન-જિલ્લા-તાલુકા કક્ષાની કલામહાકુંભ તથા જિલ્લા બાળ પ્રતિભા શોધ ર્સ્પધામાં પાછલા ત્રણ વર્ષથી એકથી તૃતીય નંબર હાંસલ કરી વિવિધ ર્સ્પધાઓ સંગીત ક્ષેત્રે કચ્છનું હિર ઝળકાવી ચુકી છે તે ઉપરાંત રાષ્ટ્રીય ટીવી ચેનલ જી ટીવી પર પ્રસારીત થનાર ઈન્ડીયા ટેલેન્ટ વોરના થીયેટર રાઉન્ડ તથા સોની ટીવી પર આવતા સુપર સ્ટાર સિંગર સિઝન-થ્રીમાં જજીસ રાઉન્ડ સુધી પસંદગી પામી ચૂકી છે. અંતરાએ મેળવેલી વધુ એક સિદ્ધી બદલ તેના પર ઠેર-ઠેરથી અભિનંદન વર્ષા થવા પામી રહી છે.

આ પણ વાંચો..સુરતમાં ૧૧ તોફાનીઓને રીલ બનાવવી પડી ભારે: જાણો આગળ શું થયું?

Back to top button