કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

કચ્છ : પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં ધારાસભ્યોએ રજુ કર્યા પોતાના પ્રશ્નો  

કચ્છ 24 જાન્યુઆરી : ગુજરાતના કચ્છ  જિલ્લામાં ભુજ કલેકટર કચેરી ખાતે ઉચ્ચ શિક્ષણ રાજ્યકક્ષાના મંત્રી તથા પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરીયાએ વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં ધારાસભ્યોના પ્રશ્નો સાંભળવા સાથે વિવિધ વિભાગની કામગીરી, પ્રગતિ હેઠળના કામ, સૂચિત કામ સહિતની કામગીરીની સમીક્ષા કરી હતી. બેઠકમાં પ્રભારીમંત્રીએ અધિકારીઓને કચ્છના વિકાસમાં સહભાગી થવા તેમજ પીવાના પાણીની ચોરી અટકાવવા, દબાણ, સ્વચ્છતા સહિતના પ્રશ્નો પર કડક વલણ અપનાવીને કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.

સૂર્યોદય યોજનાનો કચ્છ મહત્તમ લાભ લે તેના આદેશ આપ્યાં

પ્રફુલ પાનશેરીયાએ વડાપ્રધાન  નરેન્દ્રમોદીએ  નવી લોન્ચ કરેલી પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો કચ્છ મહત્તમ લાભ લે તેવી આદેશ આપ્યાં તેમજ કચ્છમાં રાષ્ટ્રીય ટ્યુબરક્યુલોસીસ નિમૂર્લન કાર્યક્રમ તથા કૂપોષણ નિમૂર્લન કાર્યક્રમને પરિણામલક્ષી બનાવવા,સામાજિક સંસ્થાઓના સહયોગથી જાગૃતિ લાવવા તથા યોજનાઓને પ્રભાવી રીતે અમલી કરવા સૂચના આપ્યાં હતી. ઉપરાંત દરેક શહેરી વિસ્તારમાં કાયમી ગંદકીથી ખરડાયેલા રહેતા ઓપન ડમ્પીંગ પોઇન્ટ આઇન્ડેટીફાઇ કરીને તેને વારાફરતી સાફ કરવા અને ત્યાં RCC કે પેવર બ્લોક પાથરવા સહિતની કામગીરી કરવા આદેશ આપ્યાં હતાં.

ધારાસભ્યોએ પ્રફુલ પાનશેરીયાએ સામે રજુ કર્યા પોતાના પ્રશ્નો  

આ સમીક્ષા બેઠક દરમ્યાન અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ મતવિસ્તારના રેલવે, પીવાના પાણી, અટલ ભૂજલ યોજના, વોટર શેડના કામ, આરોગ્ય, પશુ આરોગ્ય, ખનીજચોરી, એસ.ટી, લો-વોલ્ટેજ,વાસ્મો અંતર્ગતના કામોના સંદર્ભના પ્રશ્નો રજૂ કર્યા હતા. જ્યારે ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ઓવરબ્રિજની કામગીરી, આયોજન મંડળ સંદર્ભના પ્રશ્નો, અંજાર ધારાસભ્ય ત્રિકમ છાંગાએ દૂધઇ બ્રાન્ચ કેનાલ, અંજાર બાયપાસ, રાપર વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ચિરઇ તથા આધોઇ ગામના ભૂકંપગ્રસ્તોના મકાનમાલિકીના હક્કનો પ્રશ્ન, આધોઇ બસ સ્ટેશન ફરતે દબાણ, પીવાના પાણીની ચોરી સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. જયારે ભુજ ધારાસભ્ય કેશુ પટેલે ભુજમાં લારી-ગલ્લાના દબાણ, ટ્રાફીક, ભૂકંપ અસરગ્રસ્ત દુકાનદારોના પ્રશ્ન અંગે તથા માંડવી ધારાસભ્ય અનિરુધ્ધ દવેએ ગઢશીશા રોડ, બિપરજોયમાં ચુકવણાથી બાકી રહી ગયેલા અસરગ્રસ્ત ખેડૂતોનો પ્રશ્ન તથા દબાણ દૂર કરવા રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ ખેડૂતોને નવા કનેકશન, ટેસ્ટ રિપોર્ટને આનુષંગિક સમસ્યા, એસ.ટી સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી.

 

રૂપરેખા પ્રેઝન્ટેશન મારફતે રજૂ કરવામાં આવી

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની કચ્છ સંદર્ભની રૂપરેખા પ્રેઝન્ટેશન મારફતે રજૂ કરી હતી. આ સાથે કચ્છ સિંચાઇ વર્તુળ ભુજ કચ્છની સિંચાઇ યોજનાઓ, પ્રગતિ હેઠળના કામો, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ હેઠળના કચ્છ શાખા નહેર સાંકળના કામો તેમજ કચ્છમાં નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગન હેઠળના ચાલતા નોર્ધન અને સર્ધન લિંક તથા સારણ લિંકન કામોની વિગતો સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા પ્રસ્તૃત કરાઇ હતી.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કચ્છમાં પીવાના પાણીની જરૂરીયાત અને સરેરાશ ઉપલબ્ધિ તેમજ આરોગ્ય વિભાગે કચ્છમાં આરોગ્યનું ઇન્ફ્રાસ્ટ્રકચર, હ્યુમન રિસોર્સ તથા વિવિધ યોજનાના અમલીકરણ અંગેને માહિતીથી પ્રભારીને અવગત કર્યા હતા. શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ ઓફ એક્સલેશન, ગુણોત્સવ, જ્ઞાનકુંજ, ઓપન સ્કૂલ સહિતની કામગીરી સાથે શિક્ષણ વિભાગની સિદ્ધીઓ પ્રેઝન્ટેશન મારફતે જણાવી હતી.

બેઠકમાં કલેક્ટર અમિત અરોરાએ રજૂ કરાયેલા પ્રશ્નો મુદે સંબંધિત વિભાગના અધિકારીઓને કામગીરી કરવા સાથે જે તે વિભાગ દ્વારા કામગીરી અંગે રજૂ કરાયેલા પ્રેઝન્ટેશન અંગેની આનુસંગિક વિગતો તથા કચ્છના વિકાસકામો, યોજનાઓની ફળશ્રુતિ સહિતની માહિતીથી પ્રભારીમંત્રીને અવગત કર્યા હતા.

પ્રફુલ પાનશેરીયાએ ધારાસભ્યોના પ્રશ્નો સાંભળી ત્વરીત ઉકેલ માટે આપી સૂચના

આ સમીક્ષા બેઠક દરમ્યાન વિવિધ વિભાગની કામગીરી, પ્રગતિ હેઠળના તથા સૂચિત વિકાસ કામોની સમીક્ષા સાથે પ્રફુલ પાનશેરીયાએ ધારાસભ્યોના પ્રશ્નો સાંભળી તેના ત્વરીત ઉકેલ માટે આપી સૂચના આપવામાં આવી.

તમામ શીર્ષ અધિકારીઓ રહ્યા હાજર

આ સમીક્ષા બેઠક દરમ્યાન પશ્ચિમ કચ્છ SP મહેન્દ્ર બગડીયા, પૂર્વ કચ્છ SP સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, સર્વે પ્રાંત અધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્રના તમામ શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : સુરતના હીરા વેપારી મુકેશભાઈ પટેલે ભગવાન રામને અર્પણ કર્યો રૂ.11 કરોડનો મુગટ

Back to top button