કચ્છ - સૌરાષ્ટ્ર

કચ્છ : BSFની ટીમને બિનવારસી ચરસ મળ્યું, પાકિસ્તાનથી આવ્યું હોવાની શંકા

Text To Speech

પાકિસ્તાન અવારનવાર ભારતની સરહદો પર ડ્રગ્સ પહોંચડવાના નિષ્ફળ પ્રયાસો કરતું રહે છે. કચ્છ ભુજની સરહદ પર આવા અનેક નિષ્ફળ પ્રયાસોને ભારતીય સીમા બળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોમાં અનેકવાર ડ્રગ્સ મોટા પ્રમાણમાં ઝડપી પાડવામાં આવ્યું છે ત્યારે ફરી એકવાર પેટ્રોલિંગ દરમિયાન બીએસએફની ટીમને ચરસનું બિનવારસી પેકેટ મળી આવ્યું છે.

આ પણ વાંચો : ગોધરાકાંડ : 27 ફેબ્રુઆરી 2002 થી…………27 ફેબ્રુઆરી 2023
BSF - Humdekhengenewsમળતી માહિતી મુજબ ભુજમાં BSFની સીમા વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી ટીમેને જખૌના ઇબ્રાહિમ પીર બેટ પાસેથી ચરસનું પેકેટ મળી આવ્યું હતું. આ ઝડપાયેલા ચરસના પેકેટ પેકેજિંગમાં અરેબિકા પ્રીમિયમ ઇગોઇસ્ટ કૈફે વેલ્વેટ નામનું લખાણ લખેલું હતું. BSFની ટુકડીએ આ ચરસના પેકેટને જપ્ત કર્યું છે. ઝડપાયેલ ચરસનું પેકેટ પાકિસ્તાનથી દરિયાઈના મોજા દ્વારા ભારતીય કિનારે પહોંચ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયુ છે. ચરસના પેકેટની રિકવરી બાદ BSF દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં આઆ મામલે મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.BSF - Humdekhengenews વિતેલા વર્ષ 2022 માં બીએસએફ અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા જખૌ બીચ અને ખાડી વિસ્તારમાંથી ચરસના 108 પેકેટો જપ્ત કરાયા હતા. આ અગાઉ પણ BSFને કચ્છની દરિયાઈ સરહદેથી બિનવારસાહી હાલતમાં ચરસનું પેકેટ મળ્યું હતું. BSFની 102 બટાલિયનના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન આ ચારસનું પેકેટ મળ્યું હતું. BSF દ્વારા આ વિસ્તારમાં મોટે પાયે તપાસ હાથ ધરવામાં આવી હતી પરતું હજુ પણ ચરસ પકડાવવાનો સિલસિલો યથાવત જ જોવા મળી રહ્યો છે.

Back to top button