Kutch : BSFએ દરિયાકાંઠે આવેલા ટાપુ પરથી ચરસના 10 પેકેટ જપ્ત કર્યા
બોર્ડર સિક્યોરિટી ફોર્સની એક પેટ્રોલિંગ ટીમે કચ્છ જિલ્લામાં જખૌ કિનારે આવેલા લુના બેટ ટાપુ પરથી ચરસના 10 પેકેટો જપ્ત કર્યા છે. આ ટાપુ કચ્છના જખૌ બંદરથી પાંચ કિ.મી. દૂર આવેલું છે. બીએસએફના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા ચરસના પેકેટ પ્રાથમિક તપાસમાં અફઘાન બનાવટનું હોવાનું માલૂમ પડ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ પેકેટ પાકિસ્તાન તરફથી કિનારે ધોવાઈ ગયા હશે અને ભારતના દરિયાકાંઠે પહોંચ્યા હશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પાકિસ્તાન તરફથી અનેકવાર આવા પેકેટ ધોવાઈને કિનારેથી મળી આવ્યા છે.
આ પણ વાંચો : કચ્છ : BSFની ટીમને બિનવારસી ચરસ મળ્યું, પાકિસ્તાનથી આવ્યું હોવાની શંકા
મે 2020 થી, BSF તેમજ કસ્ટમ્સ અને ભારતીય કોસ્ટ ગાર્ડ સહિત અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓએ જખૌ કાંઠા અને આસપાસના ખાડી વિસ્તારમાંથી ચરસના 1,548 ત્યજી દેવાયેલા પેકેટો રિકવર કર્યા છે. શંકાસ્પદ ચરસના ઓછામાં ઓછા 59 પેકેટ મળી આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અગાઉ જૂનાગઢના માંગરોળ અને પોરબંદરના માધવપુરમાંથી શંકાસ્પદ ચરસ ધરાવતા પેકેટ મળી આવ્યા હતા. જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને માંગરોળમાં કેટલાક પેકેટ અંગે બાતમી મળી હતી. આ પછી, આ વિસ્તારમાં આ પેકેટ શોધવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. દરેક પેકેટનું વજન એક કિલો છે.