કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

કચ્છ : BSF એ ઝડપી પાકિસ્તાની બોટ, બોટમાં સવાર પાકિસ્તાની ફરાર

Text To Speech
  • કચ્છના ક્રિક વિસ્તારમાંથી BSF એ ઝડપી પાકિસ્તાની બોટ
  • બોટમાં સવાર પાકિસ્તાની નાસી છૂટ્યા
  • બોટની પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ વસ્તુ ન મળી

દેશની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા કચ્છ જિલ્લાના દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી સમયાંતરે પાકિસ્તાની ઘૂસણખોર, માછીમારી બોટ મળવાની ઘટના સામે આવતા હોય છે. આજે ફરી એક વખત કચ્છના ક્રિક વિસ્તારમાંથી BSFએ પાકિસ્તાની બોટ પકડી પાડી છે. જો કે બોટમાં સવાર પાકિસ્તાની ત્યાથી ફરાર થઈ ગયા છે.

કચ્છના ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ

ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા કચ્છ જિલ્લાના દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી અવારનવાર માદક પદાર્થના બિનવારસી પેકેટ, પાકિસ્તાની માછીમારીની બોટ વગેરે મળી આવતુ હોય છે. ત્યારે આજે ક્રિક વિસ્તારમાંથી ફી એક વાર કચ્છના ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. ત્યારે બોટ ઝડપતા BSF એ આ અંગે તપાસ હાથ ધરી છે.

સુરક્ષાદળોએ તપાસ હાથ ધરી

કચ્છના ક્રિક વિસ્તારમાંથી BSFએ પાકિસ્તાની બોટ ઝડપી લેવામાં આવી છે. જો કે આ બોટમાં સવાર પાકિસ્તાની નાસી છૂટ્યા હતા. અને આ બોટની પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.કચ્છના ક્રિક વિસ્તારમાંથી BSFએ પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. ત્યારે આ બોટ કેવી રીતે અહીં સુધી પહોંચી અને તેમાં કોણ અને કેટલા લોકો સવાર હતા તે અંગે સુરક્ષા દળોએ તપાસ હાથ ધરી છે.

પાકિસ્તાની બોટ-humdekhengenews

નાસી છૂટેલ પાકિસ્તાનીઓને પકડવા પેટ્રોલિંગ

મહત્વનું છે કે તાજેતરમા BSFના DG એ કચ્છ જિલ્લાના સરહદી વિસ્તારની મુલાકાત લીધી હતા. અને તેના એક દિવસ બાદ જ આ સરહદી વિસાતરમાંથી બોટ પકડાઈ છે. જો કે બોટમાં સવાર પાકિસ્તાની નાસી છૂટતા તેમને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

કચ્છની સરહદનો ક્રિક વિસ્તાર પડકારજનક

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ બનાસકાંઠામાં આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડર પરથી BSF એ પાકિસ્તાની ઘૂસણખોરને પકડી પાડ્યો હતો. ત્યારે આજે કચ્છ જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ પકડાઈ છે. કચ્છની સરહદનો ક્રિક વિસ્તાર પડકારજનક હોવાથી અહીંથી અવાર-નવાર પાકિતાની ઘુસણખોરી કરવામાં આવતી હોય છે.

આ પણ વાંચો : Gujarat : રાજ્યમાં કોરોના કેસ પર આરોગ્ય મંત્રીએ કહ્યું; હાલ કોરોના કાબુમાં

Back to top button