કચ્છ: વેરાની વસુલાત કરતી 7 નગરપાલિકા દેવાદાર બની
કચ્છની સાત નગરપાલિકા દેવાદાર બની રહી છે. પાલિકા શહેરીજનો પાસેથી પાણીવેરો અને લાઈટવેરા વસુલાત કરે છે. પરંતુ પાલિકાઓ પોતાના બાકી વિજબીલ પીજીવીસીએલ ભરવામાં સક્ષમ નથી. જેના કારણે કચ્છની નગરપાલિકાઓ પર 100 કરોડનું વિજલેણું બાકી છે. કચ્છની સાત નગરપાલિકા દેવાદાર બની છે. પાલિકા પર બાકી લેણું સતત વધી રહ્યું છે. કચ્છની પાલિકાઓ લોકો પાસેથી ઢોલ નગારા પીટીને વેરાની વસુલાત કરતી પાલિકા ખુદ પોતાના લેણાં ભરવા માટે સમક્ષ નથી.
આ પણ વાંચો: ટેક્સ ના ભરનાર સામે AMCએ કાર્યવાહી કરી, 25થી વધુ મિલકતના પાણી, ડ્રેનેજના કનેક્શન કાપ્યા
ભચાઉપાલિકાનું 18 કરોડનું વિજલેણું બાકી
અગાઉ વર્ષ 2015 કચ્છની પાંચ નગરપાલિકાનું 65 કરોડ બાકી વીજ લેણું ગુજરાત મ્યુન્સિપાલ ફાયનાન્સ બોર્ડએ ભરી આપ્યું હતું. ત્યારબાદ પણ પાલિકાઓ દ્વારા સમયસર વીજબિલ નહી ભરવામાં નહી આવતા પાલિકાઓ દેવાદાર બની છે. હાલમાં કચ્છની સાત નગરપાલિકા પર 100 કરોડ વીજ લેણું બાકી છે. જેમાં ભુજ પાલિકાનું 33.30 કરોડ, અંજાર પાલિકાનું 29 કરોડ, ભચાઉપાલિકાનું 18 કરોડનું વિજલેણું બાકી છે.
આ પણ વાંચો: વડોદરા: નાના બાળકોના માતા-પિતા માટે ચોંકાવનારો કિસ્સો
મુન્દ્રા નગરપાલિકાનું 1.57, રાપર પાલિકા 7.60 લેણું બાકી
જયારે માંડવીપાલિકાનું 5.57 કરોડ, મુન્દ્રા નગરપાલિકાનું 1.57, રાપર પાલિકા 7.60 લેણું બાકી છે. પાલિકા લાંબા સમયથી વીજ લેણાં ભરપાઈ કર્યા નથી જેના કારણે પાલિકાઓ પર લેણું વધી રહ્યું છે. જેમાં પીજીવીસીએલ વિભાગે પાલિકાઓને અનેકવાર નોટિસ ફટાકારી છે. પાલિકાઓની તિજોરી તળિયા ઝાટક છે જેના કારણે પાલિકાઓ બાકી વીજલેણાં ભરી શકતી નથી. પરિણામે પાલિકા પર વીજ લેણું વધી રહ્યું છે.