હું માફી નહીં માગું, નેતાઓની મજાક ઉડાવવી કાયદાની વિરુદ્ધ નથી: કુણાલ કામરાએ લખી લાંબી પોસ્ટ


નવી દિલ્હી,25 માર્ચ 2025: કોમેડિયન કુણાલ કામરા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પર ટિપ્પણી કરીને મુશ્કેલીઓમાં મુકાઈ ગયા છે. તેને લઈને રાજ્યમાં રાજકારણનો પારો ગરમાઈ ગયો છે. સીએમ ફડણવીસે કહ્યું કે, શિંદેનું અપમાન કરવા બદલ કુણાલે માફી માગવી જોઈએ. આ દરમ્યાન કુણાલ કામરાએ લાંબી પોસ્ટ શેર કરી છે. તેમાં કહેવાયું છે કે, મને સબક શીખવાડવાની ધમકી આપનારા નેતાઓ યાદ રાખો કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના આપણા અધિકારનો ઉપયોગ ફક્ત શક્તિશાળી અને અમીર લોકોની ચાપલૂસી કરવા માટે ન થવો જોઈએ. તમારી અસમર્થતા મારા અધિકારની પ્રકૃતિને નથી બદલતી. જ્યાં સુધી મને ખબર છે, આપણા નેતાઓ અને આપણી રાજકીય વ્યવસ્થાના સર્કસની મજાક ઉડાવવી કાયદાની વિરુદ્ધ નથી.
કુણાલ કામરાએ આ પોસ્ટમાં આગળ લખ્યું છે, જે લોકો મારો નંબર લીક કરવા અથવા મને સતત કોલ કરવામાં લાગેલા છે. મને વિશ્વાસ છે કે, અત્યાર સુધીમાં તેમને અનુભવ થઈ ગયો હશે કે તમામ અજાણ્યા કોલો મારા વોયસમેલ પર જાય છે, જ્યાં આપને એજ ગીત સંભળાવવામાં આવશે, જેનાથી આપ નફરત કરો છે. હું માફી નહીં માગું, મેં જે કહ્યું છે તે બિલ્કુલ એવું જ છે, જેવું અજિત પવારે એકનાથ શિંદે વિશે કહ્યું હતું.
હું બેડ નીચે છુપાઈને રાહ જોઈશ નહીં
કામરાએ કહ્યું કે, હું આ ભીડથી નથી ડરતો અને હું બેડ નીચે છુપાઈને શાંત થવાની રાહ નથી જોતો. આ ભીડ માટે જેણે પણ નક્કી કર્યું કે હેબિટેટને ઊભા થવું ન જોઈએ. ઈન્ટરટેંમેંટ પ્લેસ ફક્ત એક મંચ છે, તમામ પ્રકારના શો માટે એક જગ્યા છે. હેબિટેટ મારી કોમેડી માટે જવાબદાર નથી. ન તેમની પાસે આ વાતની કોઈ શક્તિ છે કે હું શું કહું છું. કોઈ રાજકીય પાર્ટી પણ નહીં.
કોઈ જગ્યા પર હુમલો એટલો જ મૂર્ખતાપૂર્ણ
કોમેડિયને આગળ કહ્યું કે, કોઈ હાસ્ય કલાકારના શબ્દો માટે કોઈ જગ્યા પર હુમલો કરવો એટલું જ મૂર્ખતાપૂર્ણ છે, જેટલું ટામેટા લઈ જઈ રહેલા એક ટ્રકનું પલટવું, કારણ કે આપને પિરસવામાં આવેલું બટર ચિકન પસંદ નથી. જો કે હું મારા વિરુદ્ધ કરવામાં આવેલી કોઈ પણ કાનૂની કાર્યવાહી માટે પોલીસ અને કોર્ટનો સહયોગ કરવા માટે તૈયાર છું.
આ પણ વાંચો: IPL 2025 : જુઓ દિલ્હીની જીત બાદ પોઈન્ટ ટેબલમાં શું ફેરફાર થયો, આ ટીમ છે ટોપ ઉપર