કુમારી સોનિયાબેન ગોકાણીએ ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધિપતિ તરીકે શપથ લીધા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે કુમારી સોનિયાબેન ગિરિધર ગોકાણીને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધિપતિ તરીકે શપથ લેવડાવ્યા હતા.
આ પણ વાંચો : ઝાયડસ હોસ્પિટલ દ્વારા ભારતમાં સૌ પ્રથમ સ્થાનિક AI આધારીત સ્ટ્રોક કેર નેટવર્કની સ્થાપના કરાઈ
રાજભવનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના કાયદા-ન્યાય મંત્રી ઋષિકેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મંચસ્થ મહાનુભાવોએ ઉચ્ચ ન્યાયાધિપતિ કુમારી સોનિયાબેન ગોકાણીને અભિનંદન પાઠવ્યા હતા. શપથવિધિનું સંચાલન રાજ્યપાલના અગ્ર સચિવ રાજેશ માંજુએ કર્યું હતું.
આ પણ વાંચો : મોરબી દુર્ઘટનામાં કોને બચાવવામાં માટે થઈ રહ્યા છે પ્રયત્ન ? આરોપ પ્રત્યારોપના ખેલ !
શપથવિધિ સમારોહમાં રાજ્યના મંત્રીમંડળના સભ્યો, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ, વરિષ્ઠ અધિકારીઓ, મહાનુભાવો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.