કુમાર વિશ્વાસની દીકરી અગ્રતાના લગ્ન, બોલિવૂડ સિંગર્સે જમાવી મહેફિલ


મુંબઈ, 3 માર્ચ 2025 : દેશના પ્રખ્યાત કવિ ડો.કુમાર વિશ્વાસની મોટી પુત્રી અગ્રતા શર્માના લગ્ન થઈ ગયા છે. તેણે બિઝનેસમેન પવિત્ર ખંડેલવાલ સાથે પ્રભુતાના પગલા માંડ્યા. લગ્ન સમારોહ ઉદયપુરના પ્રખ્યાત પિચોલા તળાવના કિનારે સ્થિત ફાઇવ સ્ટાર હોટલ લીલા પેલેસમાં યોજાયો હતો, જેમાં દેશની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. બોલીવુડના સિંગર્સએ ગીતો ગાઈને આ લગ્ન સમારોહને યાદગાર બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં સોનુ નિગમ અને કૈલાશ ખેરે પરફોર્મ કર્યું હતું.
લગ્નમાં 200 થી વધુ મહેમાનોએ હાજરી આપી, કુમારે ડાન્સ કર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ભવ્ય લગ્ન સમારોહમાં 200 થી વધુ મહેમાનો જોડાયા હતા. કુમાર વિશ્વાસે પણ પત્ની મંજુ શર્મા સાથે ડાન્સ કર્યો હતો.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
કુમાર વિશ્વાસની દીકરી શું કરે છે?
અગ્રતા શર્મા કુમાર વિશ્વાસની મોટી પુત્રી છે. તેણે ગાઝિયાબાદના ડીપીએસમાંથી અભ્યાસ કર્યો છે. આ પછી, તેણે બ્રિટનની બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટની ડિગ્રી અને નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીમાંથી ફેશન માર્કેટિંગમાં માસ્ટર ડિગ્રી લીધી. તે ડિજિટલ ખીરકી નામની કંપનીની ડાયરેક્ટર છે. ઉલ્લેખનીય છે કે કવિ કુમાર વિશ્વાસને 2 દીકરીઓ છે. મોટી દીકરીનું નામ અગ્રતા છે, જે પરિણીત છે. નાની દીકરીનું નામ કુહુ છે. કુહુએ લંડનની પ્રતિષ્ઠિત કિંગ્સ કોલેજમાંથી સાઈકોલોજીમાં B.Sc કર્યું છે.
આ પણ વાંચો :મહાકુંભમાં 54000થી વધારે વિખૂટા પડેલા શ્રદ્ધાળુઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું, અદ્યતન ટેકનોલોજીની મદદ લેવાઈ