ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતવિશેષ

કુમાર કાનાણીએ વધુ એક વાર પિત્તો ગુમાવ્યો : મોબાઈલમાં વ્યસ્ત TRB જવાનને જાહેર રસ્તે ખખડાવી નાખ્યો

Text To Speech

ટ્રાફિક સહિતના મુદ્દે સતત ચર્ચામાં રહેતા સુરતની વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણી વધુ એક વખ ચર્ચામાં આવ્યા છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિક નિયમન કરવાને બદલે મોબાઇલમાં વ્યસ્ત દેખાતા ખખડાવી નાખ્યો હતો.

કુમાર કાનાણીએ TRB જવાનને ખખડાવ્યો

આજે ધારાસભ્ય કુમાર કાનાણી તેમની પત્ની સાથે પોતાના ઘરેથી મોટરસાયકલ પર મીની બજાર તરફ જઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક દેખાયું હતું. તેમણે આસપાસમાં જોયું તો એક પણ TRB જવાન હતો નહીં અને પછી તેમની નજર એક ખુણામાં બે TRB જવાન ગાડી ઉપર બેસી મોબાઈલમાં વ્યસ્ત દેખાયા હતા. આ જોઈને કુમાર કાનાણીનો પિત્તો છટક્યો હતો, અને કુમાર કાનાણીએ જાહેરમાં જવાનને ખખડાવી નાખ્યો હતો. અને પછી ઉપરી અધિકારીઓને જાણ કરી હતી.

જાણો કુમાર કાનાણીએ શું કહ્યું ?

આ અંગે ધારાસભ્ય કુમાર કાનાણીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે ‘હું જ્યારે મીની બજાર તરફ જઈ રહ્યો હતો ત્યારે મુખ્ય રસ્તા ઉપર ટ્રાફિક જામ હતો. અને આસપાસ જોયું તો TRB ના માણસો ખૂણામાં બેસીને મોબાઇલ ઉપર કદાચ ગેમ રમતા હશે. એ એટલા વ્યસ્ત હતા કે, મેં તેમને બોલાવ્યા તો પણ ઉભા થઈને આવા તૈયાર ન થયા. વધુમાં તેમણે કહ્યું કે ‘વરાછા વિભાગમાં ટ્રાફિકની સમસ્યા ઘણા સમયથી છે અને આવા વ્યક્તિઓ સારી રીતે કામગીરી ન કરતા હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે’.

 આ પણ વાંચો : રાજકોટ : ATS ની તપાસમાં મોટો ખુલાસો, આતંકીઓના ટાર્ગેટ પર હતો ‘જન્માષ્ટમી’નો તહેવાર

વીડિયો વાયરલ થતા અધિકારીઓ દોડી આવ્યા

આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો આ અંગે કુમાર કાનાણીના વખાણ કરી રહ્યા છે તો કેટલાક TRB જાવાન સાથે તેઓએ અભદ્ર ભાષામાં વાત કરી હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અધિકારીઓ સમગ્ર ઘટનાક્રમ વિશે માહિતી મેળવવા તેમની સાથે વાત કરવા ગયા હતા. ત્યારે કુમાર કાનાણીએ જણાવ્યું હતુ કે ‘ટ્રાફિકના સમયે વાહનોની અવરજવરને યોગ્ય રીતે નિયંત્રણમાં રાખવાને બદલે મોબાઇલમાં વ્યસ્ત હોય તો કામ કેવી રીતે કરશે ?ટ્રાફિક વિભાગે પણ આ બાબતને ગંભીરતાથી લઈને સમજવી જોઈએ’.

 આ પણ વાંચો : રાજકોટ:  શંકાસ્પદ સીરપને લઇને મોટો ખુલાસો, ભાજપના 2 આગેવાનો સહિત કુલ 6 લોકો સામે નોંધાયો ગુનો

Back to top button