અમદાવાદચૂંટણી 2024ટોપ ન્યૂઝ

રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોનું હવે આંદોલન 2.0, જાણો શું કરશે ?

Text To Speech

અમદાવાદ, 19 એપ્રિલ : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ ઉમેદવારી રદ કરવા ક્ષત્રિયોએ માગ કરી હતી. ભાજપ દ્વારા ઉમેદવારી રદ ન કરવામાં આવતાં હવે નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન 2.0 જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે આજે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. અંદાજે 2 કલાક સુધી સંકલન સમિતિની બેઠક ચાલી હતી. બેઠકમાં રમજુભા, કરણસિંહ ચાવડા, તૃપ્તીબા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અમદાવાદમાં બેઠક બાદ ક્ષત્રિય સંકલન સમિતિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં સમિતિએ આગામી રણનીતિ અને આંદોલન અંગે માહિતી આપી છે.

શું છે આગળની ક્ષત્રિય સમાજની રણનીતિ ?

અમદાવાદ રાજપૂત ભવન ખાતે આજે કોર કમિટીની સંકલન સમિતીની બેઠક યોજાઈ હતી. જેમાં અલગ-અલગ બાબતે નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે નીચે મુજબના છે.

  • ક્ષત્રિય સમાજની મહિલાઓ એક દિવસનો ઉપવાસ કરશે
  • તો ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી મતદાન કરશે
  • સાથે સાથે જિલ્લા તાલુકાના લેવલે પક્ષ વિરોધી કામ કરવામાં આવશે
  • હવે આ લડત અહિંસક રહેશે
  • આશાપુરા માતાના મઢથી ‘ધર્મરથ’ની શરૂઆત કરી ભાજપનો બહિષ્કાર કરાશે
  • આજથી હવે ઓપરેશન ભાજપ શરૂ થશે
  • કાલથી 7 મે સુધી ક્રમશઃ બહેનો પ્રતીક ઉપવાસ થશે
  • આવતીકાલથી કેસરિયા ધ્વજથી વિરોધ કરાશે

કાળા વાવટા મામલે કોર્ટમાં પીઆઈએલ કરાશે

અમદાવાદમાં બેઠક બાદ ક્ષત્રિય સંકલન સમિતિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં સમિતિએ આગામી રણનીતિ અને આંદોલન અંગે માહિતી આપી છે. સમિતિએ તમામ બેઠકો પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવાની અને પ્રતિક ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે. કાળા વાવટા મુદ્દે જાહેર કરાયેલા પરિપત્રનો વિરોધ કરીશું. અમદાવાદ પોલીસ કમિશ્નરના જાહેરનામાનો વિરોધ કરીએ છીએ. કેસરિયો ધ્વજ રાખી યુવાનો વિરોધ કરશે. આ મુદ્દે અમારા આગેવાનોએ કોર્ટમાં PIL કરી છે. લોકશાહીમાં આ પ્રકારના પરિપત્ર કરશો નહી.

Back to top button