ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો આક્રોશ, ધર્મરથનું શક્તિપીઠ અંબાજીથી પ્રસ્થાન

Text To Speech
  • માં અંબેના દર્શન કરી ધર્મરથને પ્રસ્થાન કરાયુ છે
  • ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મરથ અંબાજીથી નીકળી વિવિધ ગામોથી પસાર થશે
  • ભાજપને મત નહીં આપવાનો રાજપૂત સમાજનો નિર્ણય છે

ગુજરાતમાં પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો આક્રોશ વદ્યો છે. જેમાં ધર્મરથનું શક્તિપીઠ અંબાજીથી પ્રસ્થાન કરાવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં ધર્મરથના માધ્યમથી ભાજપનો વિરોધ શરૂ થયો છે. તેમાં વિવિધ વિસ્તારોમાં ફરીને ભાજપનો વિરોધ કરવાની રણનીતિ તૈયાર કરી છે. જેમાં મોટી સંખ્યામા ક્ષત્રિય સમાજના લોકો જોડાયા છે.

આ પણ વાંચો: ગુજરાત: ઈ-ટુ વ્હીલર્સમાં સબસિડી બંધ છતાં શહેરમાં વેચાણ વધ્યું, જાણો કેમ

ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મરથ અંબાજીથી નીકળી વિવિધ ગામોથી પસાર થશે

ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મરથ અંબાજીથી નીકળી વિવિધ ગામોથી પસાર થશે. તેમજ અલગ અલગ ગામોમાં સભા અને રેલી પણ યોજાશે. અંબાજીથી આ ધર્મરથ શુરૂ થઈને પાલનપુર ખાતે સમાપન થશે. તેમજ દ્વારકામાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો હુંકાર છે. તેમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ ખંભાળિયા પહોંચ્યો છે. તેમાં ભાજપને મત નહીં આપવાનો રાજપૂત સમાજનો નિર્ણય છે. તથા અન્ય સમાજને સાથે રાખી ભાજપ વિરૂદ્ધ મતદાન કરશે. તેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો એકત્ર થયા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રચાર કાર્યક્રમ જાહેર 

માં અંબેના દર્શન કરી ધર્મરથને પ્રસ્થાન કરાયુ છે

ધર્મરથ અંબાજીથી નીકળી વિવિધ ગામોમાં ફરશે. ધર્મરથના માધ્યમથી ભાજપનો વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. બનાસકાંઠામાં પણ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ જોવા મળ્યો છે. જેમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે. ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મરથનું શક્તિપીઠ અંબાજીથી પ્રસ્થાન કરાયું છે. બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરીને ભાજપનો વિરોધ કરવાની રણનીતિ છે. માં અંબેના દર્શન કરી ધર્મરથને પ્રસ્થાન કરાયુ છે.

Back to top button