ગુજરાતમાં ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ-2, પરશોત્તમ રૂપાલા બાદ ભાજપના વિરોધ માટે બેઠક
- અલગ અલગ 30 સંસ્થાના આગેવાનો એકઠા થશે
- અન્ય રાજ્યના ક્ષત્રિય આગેવાનો પણ હાજર રહેશે
- ગોતામાં સાંજે 4 વાગ્યે બેઠક આયોજન કરવામાં આવ્યું
ગુજરાતમાં ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ-2 શરૂ થયુ છે. જેમાં હવે પરશોત્તમ રૂપાલા બાદ ભાજપના વિરોધ માટે બેઠક યોજવામાં આવી રહી છે. તેમાં ક્ષત્રિય સમાજમાં રૂપાલા સામે રોષ યથાવત છે ત્યારે અમદાવાદના ગોતામાં સાંજે 4 વાગ્યે બેઠક આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અન્ય રાજ્યના ક્ષત્રિય આગેવાનો પણ હાજર રહેશે.
આ પણ વાંચો: ગુજરાત: ઉનાળામાં પાણીની આફત, ધરોઈ સિંચાઈ યોજનામાં પાણીનો જથ્થો ઘટ્યો
અલગ અલગ 30 સંસ્થાના આગેવાનો એકઠા થશે
ઉલ્લેખનીય છે કે અલગ અલગ 30 સંસ્થાના આગેવાનો એકઠા થશે. તેમજ પરશોત્તમ રૂપાલા બાદ ભાજપના વિરોધ માટે બેઠકમાં ચર્ચા થશે. કાર્યક્રમમાં અન્ય સમાજને પણ જોડવા બેઠકમાં ચર્ચા થશે. શહેરમાં આજે ગોતા રાજપૂત ભવન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અન્ય સમાજના અગ્રણીઓ એકઠા થશે. તેમાં સાંજે 4 વાગે બેઠક યોજાશે. તેમજ કાઠી, માલધારી, ખત્રી, કારડીયા, નાડોદા સહિતના સમાજની સંસ્થાના આગેવાનો એકઠા થશે. ક્ષત્રિય સમાજે જાહેર કરેલા કાર્યક્રમમાં અન્ય સમાજને પણ જોડવા બેઠકમાં ચર્ચા થશે.
આ પણ વાંચો: ગુજરાત: કેસર કેરીના રસિકો માટે ખૂબ સારા સમાચાર, ભાવમાં થયો ઘટાડો
કાળા વાવટા ફરકાવી શાંતિપૂર્વક ભાજપના કાર્યક્રમનો વિરોધ કરવાનું આ બેઠકમાં નક્કી કરાશે
ભાજપના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ-દીકરીઓને લઈ અણછાજતી ટિપ્પણી કરી હતી, જેને લઈ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ વિરોધ થઈ રહ્યો છે. રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ રૂપાલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચે તેવું અલ્ટિમેટમ આપ્યું હતું. જો કે ફોર્મ પરત ખેંચવાનું જાહેર નહિ કરાતા સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં આંદોલન પાર્ટ-2ની જાહેરાત કરાઇ હતી. સંકલન સમિતિના સૂત્રો કહે છે કે, જો ઉમેદવારી નહિ ખેંચાય તો આંદોલનનો બીજો તબક્કો શરૂ થશે, જેમાં ભાજપનો સ્પષ્ટ બહિષ્કાર કરાશે. એટલું જ નહીં પરંતુ ભાજપની સભાઓ, કાર્યક્રમ થશે ત્યાં કાળા વાવટા ફરકાવી શાંતિપૂર્વક ભાજપના કાર્યક્રમનો વિરોધ કરવાનું આ બેઠકમાં નક્કી કરાશે.