અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2024ટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ક્ષત્રિય સંકલન સમિતિનું વચનઃ પીએમ મોદીની સભાઓમાં ખલેલ નહીં પહોંચે

Text To Speech
  • કેટલાક ત્તત્વો પરિસ્થિતિનો લાભ ઉઠાવી શકે છે જેનું ધ્યાન રખાશેઃ સંકલન સમિતિ

ગુજરાત, 1 મે:  લોકસભા 2024ની ચૂંટણીમાં ચાલી રહી છે ત્યારે  રુપાલા અને ભાજપ સામે આંદોલન કરનાર  ક્ષત્રિયોની સંકલન સમિતિએ લોકસભા ચૂંટણીમાં પ્રચાર અર્થે પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને એક જાહેરાત કરવામાં આવી છે. જેમાં જાહેરાત કરાઈ છે કે ભાજપની સામે વિરોધ યથાવત રહેશે. જ્યારે પીએમ મોદીની ગુજરાત પ્રવાસ દરમિયાન આયોજિત રેલીઓ અને સભામાં કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવામાં આવશે નહીં. આ અંગે સંકલન સમિતિ એ વધુમાં જણાવ્યું હતું કે કેટલાક તત્ત્વો એવા છે જે પરિસ્થિતિનો લાભ ઉઠાવીને દેશમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ તેમની તપાસ કરવામાં આવશે.

સંકલન સમિતિના પ્રમુખે કરી જાહેરાત

ગુજરાતમાં રાજકોટથી ભાજપના વરિષ્ટ નેતા અને કેન્દ્રિય મંત્રી એવા પુરુષોત્તમ રુપાલાના વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિયોનો રોષ હવે આંદોલનમાં પરિણમ્યો છે. આ આંદોલન ક્ષત્રિય સંકલન સમિતિના નેજા હેઠળ હજુ પણ રુપાલા નો વિરોધ કરી રહ્યુ છે. ગુજરાતમાં 7 મે એ લોકસભા ચૂંટણીનું મતદન થવાનું છે એ પહેલા  ભાજપે પીએમ મોદીની રેલીઓ અને સભાઓનું આયોજન કર્યું છે. ત્યારે પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પહેલા ક્ષત્રિયોએ જાહેરાત કરી છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન કોઈપણ પ્રકારના વિરોધમાં સામેલ થશે નહીં. ક્ષત્રિય કોઓર્ડિનેશન પેનલ પ્રેસિડેન્ટે નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે પીએમ મોદીની સુરક્ષાને ખલેલ પહોંચાડશે નહીં.

100 ટકા નકારાત્મક મતદાનથી આપશે જવાબ

સમિતિના સંયોજક રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, સમુદાયના સભ્યો પીએમ મોદીની સુરક્ષાને જોખમમાં મૂકે તેવું કોઈપણ પ્રકારનું પગલું ભરશે નહીં. ક્ષત્રિયો તેમની શિસ્ત બતાવશે અને 7 મેના રોજ 100 ટકા નકારાત્મક મતદાન દ્વારા ભાજપને જવાબ આપશે. પરષોત્તમ રૂપાલા સામે તેમની રાજપૂત વિરોધી ટિપ્પણીઓ માટે વિરોધ તરીકે જે શરૂ થયું તે તાજેતરમાં ગ્રામ્ય સ્તરે આકર્ષણ મેળવ્યું છે જ્યારે ક્ષત્રિયોએ તેમના સમુદાયને 7 મેના રોજ ભગવા પક્ષ સામે મત આપવા માટે એકત્ર કર્યા હતા.

આ પણ વાંચો :  ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આવતીકાલથી PM મોદી ગજવશે જનસભાઓ

Back to top button