ટ્રેન્ડિંગમનોરંજન

ખાલી જૂતા અને કપડા રાખવા માટે કૃષ્ણા અભિષેકે 3 BHK ફ્લેટ લીધો, દર 6 મહિને બદલે છે કલેક્શન

Text To Speech

મુંબઈ, 26 જાન્યુઆરી 2025: કોમેડિયન-એક્ટર કૃષ્ણા અભિષેકે જૂતાનો એટલો શોખ છે કે તેણે તેને રાખવા માટે એક અલગ જ ફ્લેટ ખરીદ્યો છે. દ ગ્રેટ ઈંડિયન કપિલ શોથી લઈને બિગ બોસ અને લાફ્ટર શેફ જેવા કેટલાય રિયાલિટી શોમાં આવીને દર્શકોનું મનોરંજન કરાવતા કૃષ્ણા અભિષેકે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે, તેણે એક 3 બીએચકે ફ્લેટ ખરીદ્યો હતો. રહેવા માટે નહીં, પણ ખાલી જૂતા અને કપડા રાખવા માટે. આ ફ્લેટનો એક સ્ટોર હાઉસ તરીકે ઉપયોગ કરે છે. એટલું જ નહીં કૃષ્ણા દર 6 મહિનામાં પોતાના જૂતા અને કપડાનું આ કલેક્શન અપડેટ કરતો રહે છે.

જૂતા માટે ખરીદ્યો 3 બીએચકે ફ્લેટ

કૃષ્ણાએ હાલમાં અર્ચના પૂરણ સિંહની યૂટ્યૂબ ચેનલ પર દેખાયો હતો, જ્યાં ધ ગ્રેટ ઈંડિયન કપિલ શોની જજ અર્ચનાએ તેને લંચ કરાવ્યું. આ દરમ્યાન કૃષ્ણા અભિષેકે જૂતાને લઈને પોતાના પ્રેમ વ્યક્ત કર્યો હતો. એક્ટરે જણાવ્યું હતું કે, તે કેવી રીતે જૂતાનું કલેક્શન બનાવે છે. કૃષ્ણાએ જણાવ્યું કે, તેની પાસે ઢગલાબં જૂતા છે અને તેને રાખવા માટે તેણે એક અલગ ઘર લીધું છે. કૃષ્ણા અભિષેકે જણાવ્યું કે, મેં એક ઘર ખરીદ્યું છે અને તેને બુટીકમાં બદલી નાખ્યું છે. આ વાત સાંભળી અર્ચનાના પતિ પરમીત શોક્ડ રહી ગયો.

6 મહિનામાં અપડેટ કરતો રહે છે કલેક્શન

કૃષ્ણા અભિષેક ખાલી જૂતા રાખવા માટે એક અલગ પ્રોપર્ટી ખરીદી લેવી આ તેનો જૂતા પ્રત્યેનો લગાવ દર્શાવે છે. કૃષ્ણા અભિષેકે પરમીતના રિએક્શન પર હસતા હસતા કહ્યું કે, તે દર મહિને પોતાનું કલેક્શન શિફ્ટ કરતો રહે છે. ત્યારે અર્ચના પૂરણ સિંહે ઘરના રહસ્યો ખોલતા કહ્યું કે, તેમના દીકરા પર પણ આવું જ કંઈક ભૂત સવાર થયું છે.

આ પણ વાંચો: કેસરિયા સાફામાં કર્તવ્ય પથ પર પહોંચ્યા પીએમ મોદી, જોવા મળ્યો અનોખો અંદાજ

Back to top button