ટ્રેન્ડિંગમનોરંજન

બોલીવુડની ફિલ્મોના Boycottનો નવો ટ્રેન્ડ

Text To Speech

આજકાલ બોલીવુડની ઘણી ફિલ્મો ટ્રોલ થઈ રહી છે. પહેલા પણ અનેક ફિલ્મો ટ્રોલ થઈ છે. જેની બોક્સ ઓફિસ પર ખરાબ અસર પડી છે. આ સ્થિતિમાં હવે અનન્યા પાંડે અને વિજય દેવરાકોંડાની ફિલ્મ Liger પણ ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. ટ્વિટર પર #BoycottLigerMovie ટ્રેન્ડમાં છે.

કેમ લોકો કરી રહ્યા છે Boycott ?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર #BoycottLigerMovie સાથે લોકો એનેક ટ્વિટ રહી છે. આ ટ્વિટમાં સોશિયલ મીડિયા યુઝર્સે પોતાનો અલગ-અલગ અભિપ્રાય આપ્યો છે. કેટલાકે લોકોએ લખ્યું છે કે, તેઓ કરણ જોહરના પ્રોડક્શનને કારણે લાઈગરને બોયકોટ કરી રહ્યા છે જ્યારે કેટલાકે લખ્યું છે કે, વિજય દેવરાકોંડાની બોયકોટ કલ્ચર પર પ્રતિક્રિયાના કારણે ફિલ્મનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. લોકોએ પોતાના ટ્વીટમાં એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન વિજયનો પગ ટેબલ પર હતો અને ડ્રગ્સ કેસમાં અનન્યાનું નામ પણ લખવામાં આવ્યું છે.

શું છે KRKનું ટ્વિટ ?

Ligerના બોયકોટને લઈને KRKનું એક ટ્વિટ સામે આવ્યું છે. જોકે તેણે બોયકોટ હેશટેગનો ઉપયોગ કર્યો નહોતો. KRKએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘પ્રિય વિજય દેવરાકોંડા અને કરણ જોહર’ મેં તમારો ઈન્ટરવ્યુ વાંચ્યો અને તમે લોકોને કહ્યું હતું કે, ફિલ્મને બોયકોટ કરીને ખોટું કરી રહ્યા છે.

બોયકોટને લઈ વિજય દેવરાકોંડાનું નિવેદન

વિજયે કહ્યું- , ‘મને લાગે છે કે, ફિલ્મના સેટ પર એક્ટર, ડાયરેક્ટર્સ, અભિનેત્રીઓ સિવાય અન્ય મહત્વપૂર્ણ પાત્રો પણ છે. એક ફિલ્મમાં 200થી 300 કલાકારો કામ કરે છે અને અમારી પાસે તમામ સ્ટાફ મેમ્બર છે. તેથી એક ફિલ્મ અનેક લોકોને રોજગારી આપે છે. ઘણા લોકો માટે આ જીવન જીવવાનું સાધન છે. આમિર ખાન જ્યારે ‘લાલ સિંહ ચઢ્ઢા’ બનાવે છે. ત્યારે તેનું નામ ફિલ્મમાં સ્ટાર તરીકે દેખાય છે. પરંતુ તે ફિલ્મ સાથે 2 હજારથી 3 હજાર પરિવારો જોડાયેલા છે. જ્યારે તમે કોઈ ફિલ્મને બોયકોટ કરો છો ત્યારે તમે માત્ર આમિર ખાનને જ ફર્ક નથી પાડતા. તમે હજારો પરિવારોને અસર કરી રહ્યા છો જેઓ તેમના રોજગારીનું સાધન ગુમાવે છે. સાથે જ Liger ફિલ્મ 25 ઓગસ્ટે રિલીઝ થશે.

Back to top button