ટ્રેન્ડિંગમનોરંજન

KRK રાજનીતિમાં કરશે એન્ટ્રી ! જાણો-ટ્વીટ કરી શું કહ્યું ?

Text To Speech

બોલિવૂડ ફિલ્મ સમીક્ષક અને અભિનેતા કમાલ રાશિદ ખાન ઉર્ફે KRK આજકાલ ખૂબ જ લાઈમ લાઈટમાં છે. હાલમાં જ KRK જેલમાંથી બહાર આવ્યો છે અને સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. KRK એક પછી એક ટ્વિટ શેર કરી રહ્યો છે. હાલમાં તેણે પોતાના લેટેસ્ટ ટ્વીટમાં રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

જેલમાંથી બહાર આવ્યા બાદ KRKનું ટ્વિટ

જેલમાંથી છૂટ્યા બાદ કમાલ રાશિદ ખાન તેના સોશિયલ મીડિયા પર ચોંકાવનારી પોસ્ટ શેર કરી રહ્યો છે. પહેલા ટ્વીટમાં તેણે લખ્યું, ‘હું બદલો લેવા પાછો આવ્યો છું. થોડા સમય બાદ કેઆરકેએ આ ટ્વીટ ડિલીટ કરી અને પોસ્ટ કરી કે, ‘મીડિયા નવી સ્ટોરી બનાવી રહ્યું છે. હું પાછો આવ્યો છું અને હું મારા ઘરે સુરક્ષિત છું. મારે કોઈની સાથે બદલો લેવાની જરૂર નથી. મારી સાથે જે કંઈ ખરાબ થયું છે, તે હું ભૂલી ગયો છું. હું માનું છું કે તે મારા નસીબમાં લખાયેલું હતું.

KRK રાજકારણમાં આવશે?

KRKએ તેના ટ્વિટર પર પોસ્ટ શેર કરી અને કહ્યું, ‘હું ટૂંક સમયમાં રાજકીય પક્ષમાં જોડાવાનું વિચારી રહ્યો છું. કારણ કે દેશમાં સુરક્ષિત રહેવા માટે નેતા બનવું જરૂરી છે, અભિનેતા નહીં !’

 

આ ટ્વિટ પર લોકોએ ઉગ્ર પ્રતિક્રિયા આપી

કમાલ રાશિદ ખાનના આ ટ્વીટ પર લોકોની ઘણી પ્રતિક્રિયા આવી રહી છે. એક યુઝરે લખ્યું, ‘સર, તમે કોઈ રાજકીય પક્ષમાં જોડાશો નહીં, બલ્કે તમારી પોતાની પાર્ટી બનાવો, અમે તમારી સાથે છીએ.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘મને કહો કે તમારી સાથે જેલમાં શું થયું.’

Back to top button