KRKની ફરી છેડતીના આરોપમાં ધરપકડ, ત્રણ વર્ષ જૂના કેસમાં કાર્યવાહી
કેઆરકેની એક જૂના છેડતીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. કેઆરકેની 4 સપ્ટેમ્બરે એક જૂના છેડતીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. વર્સોવા પોલીસે ત્રણ વર્ષ જૂના કેસમાં કમાલ આર ખાનની ધરપકડ કરી છે.
વર્ષ 2019નો મામલો
મુંબઈ વર્સોવા પોલીસે જાન્યુઆરી 2019માં ફરિયાદી પાસેથી કથિત રીતે જાતીય તરફેણની માગણી કરવા બદલ KRKની ધરપકડ કરી હતી. આરોપ છે કે KRKએ જાન્યુઆરી 2019ના પહેલા સપ્તાહમાં ફરિયાદીનો હાથ પકડીને ફરિયાદી પાસેથી સેક્સ્યુઅલ ફેવરની માંગણી કરી હતી. અહેવાલો અનુસાર, એક અભિનેત્રીની છેડતી કરવા બદલ KRKની ધરપકડ કરવામાં આવી છે.
Maharashtra | Kamaal Rashid Khan arrested by Versova Police for demanding sexual favours & holding the complainant’s hand in the first week of January 2019. Versova Police arrested him by transfer order of 24th MM Court, Borivali, Mumbai: Versova Police
(File photo) pic.twitter.com/kBd2EFIpDe
— ANI (@ANI) September 4, 2022
KRK પહેલાથી જ એક કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે
જણાવી દઈએ કે કેઆરકે એક કેસમાં પહેલાથી જ ન્યાયિક કસ્ટડીમાં છે. કેઆરકેની 29મી ઓગસ્ટે મોડી રાત્રે મલાડ પોલીસે એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. કેઆરકેએ તરત જ જામીન માટે અરજી કરી હતી પરંતુ સુનાવણી 2 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી હતી. જે બાદ શુક્રવારે બોરીવલીની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી થવાની હતી, પરંતુ જજ રજા પર હોવાના કારણે સુનાવણી સોમવાર સુધી ટાળી દેવામાં આવી છે.
આ પણ વાંચો : શિક્ષકો પોતાની મરજીથી મદરેસાઓ પુનઃસ્થાપિત ન કરી શકે, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
આ કેસની વાત કરીએ તો, 2020માં કરાયેલા વિવાદાસ્પદ ટ્વીટ માટે KRKની ધરપકડ કરવામાં આવી હતી. તે દુબઈથી પરત આવ્યો હતો. પોલીસે પહેલા તેમને કસ્ટડીમાં લીધા અને પૂછપરછ કરી. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ KRKએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.