‘બ્રહ્માસ્ત્ર’ મુવી અને કરણ જોહરને લઈને KRKએ આપ્યું મોટુ નિવેદન, જાણો શુ કહ્યું
કરણ જોહર અને બ્રહ્માસ્ત્રને લઈને KRKએ મોટું નિવેદન આપ્યું છે. કેઆરકેનું કહેવું છે કે બ્રહ્માસ્ત્રના ખરાબ કલેક્શનને કારણે નિર્માતા કરણ જોહરે આત્મહત્યાનો ડ્રામા કર્યો હતો. અને બાદમાં મુકેશ અંબાણીએ તેમને 300 કરોડની લોન આપી હતી.
KRKએ ટ્વીટ કરી આપ્યું નિવેદન
KRKએ ટ્વીટ કરીને કહ્યુ છે કે બ્રહ્માસ્ત્રને લઈને નિર્માતા કરણ જોહરે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનીત બ્રહ્માસ્ત્રના નબળા કલેક્શનને કારણે સુસાઇડ કરવાનું નાટક કર્યું હતું . બાદમાં મુકેશ અંબાણીએ તેને 300 કરોડની લોન આપી હતી. KRKના આ નિવેદને સોશિયલ મિડિયામાં ભારે ચર્ચા ચગાવી છે. ત્યારે કરણ જોહર પણ આ બાબતે કોઇ સ્પષ્ટતા કરી નથી જેથી ખરેખર તે બ્રહ્માસ્ત્રના કારણે નાદાર થઇ ગયો હોય તેવી ચર્ચા હાલ ફેલાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રહ્માસ્ત્ર મુવીના કલેક્શનને લઇને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે કેઆરકેનું કહેવું છે કે દર્શકો ફિલ્મ તરફ આકર્ષાય તેના માટે બ્રહ્માસ્ત્રનું કલેક્શન ખોટી રીતે બતાવવામાં આવ્યું છે.
According to sources, Sometimes ago, Karan Johar made a drama at his home for suicide coz of huge loss of #Brahmastra! Then Mukesh Ambani gave him ₹300Cr loan. Now Question is this, why Karan doesn’t tell to world clearly that he has become bankrupt coz of disaster #Brahmastra
— KRK (@kamaalrkhan) December 2, 2022
આ પણ વાંચો : સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભિનેતા કેએસ પ્રેમકુમારનું અવસાન
બ્રહ્માસ્ત્રનું કલેક્શન
ટ્રેડ એનાલિસ્ટના મતે બ્રહ્માસ્ત્ર ફિલ્મે દુનિયાભરમાં 430 કરોડથી વધુની કમાણી કરી છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું બજેટ પણ લગભગ 350-400 કરોડ રૂપિયા હતું, જેનું મુખ્ય કારણ તેનું VFX હતું.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. સાથે જ મૌની રોયે પણ ફિલ્મમાં દિલ જીતી લેનારો અભિનય આપ્યો હતો. આ સિવાય આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની પણ મહત્વની ભૂમિકા હતી. નાગાર્જુન અને શાહરૂખ ખાનના કેમિયોએ પણ બધાને ઉત્સાહિત કર્યા હતા.. ફિલ્મને અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે