લગ્નની તૈયારીઓની વચ્ચે એરપોર્ટ પર સ્પોટ થઈ કૃતિ ખરબંદા, જુઓ વીડિયો


- રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની બાદ હવે બોલિવૂડ કપલ પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેમના લગ્ન 15 માર્ચના રોજ યોજાશે
મુંબઈ, 12 માર્ચઃ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં હાલમાં લગ્નોની સીઝન આવી છે. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની બાદ હવે બોલિવૂડ કપલ પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેમના લગ્ન 15 માર્ચના રોજ યોજાશે. આ પહેલા 13 માર્ચથી તેમનો પ્રી-વેડિંગ સમારંભ શરૂ થશે.
View this post on Instagram
એરપોર્ટ પર દેખાઈ કૃતિ
લગ્નની તૈયારીઓની વચ્ચે કૃતિ આજે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ. દુલ્હન બનવા જઈ રહેલી કૃતિ સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળી હતી. એકટ્રેસે ડીપ બ્લૂ કલરનું સ્લીવલેસ લોંગ ફ્રોક પહેર્યું હતું, જેમાં તે સુંદર દેખાતી હતી. તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે એરપોર્ટની અંદર જતી દેખાય છે અને લગ્ન પહેલા કૃતિના ચહેરા પર બ્રાઈડ ગ્લો દેખાઈ રહ્યો છે.
View this post on Instagram
પુલકિત પણ નીકળ્યો વેડિંગ વેન્યૂ પર
ગઈકાલે પુલકિત સમ્રાટ પણ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો હતો. તે પણ લગ્ન માટે વેડિંગ વેન્યૂ પર જવા માટે એરપોર્ટ પહોંચ્યો હતો. આ દરમિયાન મીડિયા સામે પોઝ પણ આપ્યો હતો. અભિનેતા વ્હાઈટ સર્ટ અને લુઝ ક્રીમ કલરના પેન્ટમાં કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો.
View this post on Instagram
કેવું છે કપલનું વેડિંગ વેન્યૂ
પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાના વેડિંગ વેન્યુ વિશે પણ માહિતી સામે આવી છે. આ કપલ દિલ્હીની નજીક માનેસરમાં શાહી લગ્ન કરવા જઈ રહ્યું છે. આ કપલે લગ્ન માટે સુંદર જગ્યા પસંદ કરી છે. એવા અહેવાલો છે કે કૃતિ-પુલકિત માનેસરની અરવલ્લી પહાડીઓ વચ્ચે એક સુંદર સ્થાન પર આવેલી ITC ગ્રાન્ડ ભારત પેલેસ હોટેલમાં સાત ફેરા લઈ શકે છે. આ સુંદર સ્થાન પર કપલની પ્રી-વેડિંગ સેરેમની પણ યોજાશે.
આ પણ વાંચોઃ ઓસ્કાર જીતવા લાયક સ્ટોરી! દિલ્હી પોલીસે રમૂજી અંદાજમાં આપ્યો મહત્વપૂર્ણ સંદેશ