પ્રેમ દીવાની મીરા પાસે શીખવા જેવી છે જિંદગીની આ ખાસ વાતો
- મીરાબાઈનો પ્રેમ જાણીને સમજાય છે કે આપણે પ્રેમના સાચા અર્થથી અજાણ છીએ
- સુધરવા અને નવી શરૂઆત કરવા દરેક સમય બેસ્ટ હોય છે
- મીરાની જેમ તમે પણ તમારા પ્રેમને અમર બનાવી શકો
હસ કે તૂ પી લે વિષ કા પ્યાલા, કાહે કા ડર તોરે સંગ ગોપાલા. એ વાત કોઈનાથી છૂપી નથી કે પ્રેમ દીવાની મીરા શ્રી કૃષ્ણને પોતાનો પતિ માનીને તેમની પૂજા કરતી હતી. આ માટે તેમણે પોતાના પતિનો પણ ત્યાગ કરી દીધો હતો. તે કૃષ્ણ પ્રત્યેના તેના પ્રેમમાં એટલી હદે દીવાની હતી કે તેણે આરામ અને વૈભવી જીવન જીવવાનો ઇનકાર કર્યો હતો અને આખો દિવસ કૃષ્ણની પૂજા કરતી હતી. મીરા કૃષ્ણના પ્રેમમાં પોતાની જાતને એટલી હદે ભૂલી ગઈ હતી કે તેમને ભાન જ ન હતું, પરંતુ બધું ત્યાગ કર્યા પછી પણ, તેમણે બધું મેળવ્યુ હતુ અને તેઓ કૃષ્ણ ભક્ત તરીકે ઓળખાયા. એવુ કહેવાય છે કે પ્રેમ કરનાર વ્યક્તિની સૌથી મોટી સફળતા એ છે કે તે તેના પ્રિયતમના નામથી ઓળખવામાં આવે છે.
મીરાબાઈનો પ્રેમ જાણીને સમજાય છે કે આપણે પ્રેમના સાચા અર્થથી સાવ અજાણ છીએ. એવું કહેવું ખોટું નહીં હોય કે કદાચ આપણામાંથી ઘણાએ પોતાના પાર્ટનરને કદી આઈ લવ યુ પણ કહ્યુ નથી. સુધરવા અને નવી શરૂઆત કરવા દરેક સમય બેસ્ટ હોય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને સાચા પ્રેમ સાથે જોડાયેલી એવી વાતો જણાવી રહ્યા છીએ, જેથી મીરાની જેમ તમે પણ તમારા પ્રેમને અમર બનાવી શકો.
પ્રેમનો અર્થ પામવુ નથી
આપણે બધા પ્રેમમાં કંઈક પ્રાપ્ત કરવા માંગીએ છીએ. આજના સમયમાં સામેની વ્યક્તિ મને શું આપી શકે એ જોઈને જ પ્રેમ કરવામાં આવે છે, પરંતુ સાચો પ્રેમ તેનાથી ઘણો અલગ છે. પ્રેમમાં કંઈપણ પ્રાપ્ત કરવાની ઈચ્છા અદૃશ્ય થઈ જાય છે. જ્યારે પ્રેમ એટલો તીવ્ર બને છે, ત્યારે તે ભક્તિમાં ફેરવાઈ જાય છે, જેમ મીરાએ કૃષ્ણ ભક્તિમાં પોતાનું આખું જીવન સમર્પિત કર્યું હતું.
તમારા પ્રેમ માટે બધુ જ કરી છુટો
મીરાબાઈએ કૃષ્ણ ભક્તિ માટે તેમનો મહેલ અને ત્યાંની સુખ-સુવિધાઓ છોડી દીધી હતી. કૃષ્ણની ભક્તિની કિંમત ચૂકવવી પડી. જેનો તેમણે ખુશીથી સ્વીકાર કર્યો હતો. તે સાબિત કરે છે કે પ્રેમ કરનાર વ્યક્તિ માટે, તેના પ્રેમ કરતાં મોટી કોઈ સંપત્તિ નથી. તેના માટે બધું જ તેનો પ્રેમ છે. પ્રેમ માટે વ્યક્તિ પોતાનુ સર્વસ્વ છોડી પણ શકે છે અને બધુ મેળવી પણ શકે છે.
પ્રેમમાં ‘હું’ કોઈ સ્થાન નથી
આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના પાર્ટનરને ફરિયાદ કરે છે કે તને મારી પરવાહ નથી, તેં મારા માટે શું કર્યુ? મારે શું જોઇએ છે તેનાથી તને કોઈ ફરક પડતો નથી વગેરે વગેરે. આ સાચો પ્રેમ ન હોઈ શકે. કારણ કે જે વ્યક્તિ પ્રેમ કરે છે તે જાણે જ છે કે બદલાની કોઈપણ ભાવના વિના ખુશી ખુશી માત્ર આપવુ તે પ્રેમ છે. દરેક વ્યક્તિ માટે માત્ર સામેની વ્યક્તિની ખુશી જ મહત્વની છે.
સાચો પ્રેમ ફરી થતો નથી
પ્રેમ વિશે એ ખૂબ જ ખોટો ખ્યાલ છે કે પ્રેમ ગમે ત્યારે થઇ શકે છે. સાચો પ્રેમ એક જ વાર થાય છે. તે એક અસાધ્ય રોગ જેવો છે. એકવાર તે થઈ જાય પછી વ્યક્તિ ક્યારેય તેમાંથી પોતાને મુક્ત કરી શકતો નથી. આ માટે તેને તે વ્યક્તિની જરૂર પણ નથી પડતી જેને તે પ્રેમ કરે છે. તેની લાગણી, તેની સાથે જોડાયેલી યાદો અને તેને ફરી મળવાની આશા જ વ્યક્તિના જીવનનો એકમાત્ર આધાર છે. સરળ શબ્દોમાં કહીએ તો, સાચો પ્રેમ એ જ છે જે તમે ફિલ્મો અને નવલકથાઓમાં જુઓ છો અને વાંચો છો. જે પ્રેમ બિલકુલ અશક્ય લાગે છે તે જ સાચો પ્રેમ છે. જેમ મીરા કૃષ્ણ પછી કોઈના પ્રેમમાં ન પડી.
આ પણ વાંચોઃ જન્માષ્ટમી પર રાશિ પ્રમાણે કરો આ ઉપાય: મળશે અનેક લાભ