ટ્રેન્ડિંગમનોરંજન

કૃષ્ણા અભિષેકનો ગોવિંદા સાથેનો વિવાદ ફરી સામે આવ્યો

Text To Speech

સોની ચેનલ પર ટેલિકાસ્ટ થતો કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ નાના પડદાનો લોકોનો સૌથી ફેવરિટ શો છે. શોમાં એક યા બીજી હસ્તીઓ આવતી રહે છે. જ્યારથી શોની નવી સીઝન શરૂ થઈ છે, ત્યારથી શોમાં ક્રિષ્ના અભિષેક (કૃષ્ણા અભિષેક)ની ગેરહાજરી લોકોને ઉંડીને આંખે વળગે તેવી હતી, હવે ક્રિષ્ના શોમા પરત ફર્યા બાદ, તે એક યા બીજા કારણોસર ચર્ચામાં આવે છે.

 ‘ધ કપિલ શર્મા શો’નો કૃષ્ણા અભિષેક સાથેનો પ્રોમો રિલિઝ

‘ધ કપિલ શર્મા શો’માં કૃષ્ણા અભિષેક ક્યારેક સુનીલ ગ્રોવરનું નામ ઈનડાયરેક્ટલી રીતે લે છે તો ક્યારેક અર્ચના પુરણ સિંહની મજાક ઉડાવતો જોવા મળે છે. લેટેસ્ટ પ્રોમોમાં તે તેના મામા ગોવિંદાનો પણ ઉલ્લેખ કરતો જોવા મળ્યો હતો. હોસ્ટ કપિલ શર્માના આગામી એપિસોડમાં પીઢ કલાકારો ગોવિંદ નામદેવ, સયાજી શિંદે, જીમી શેરગિલ, રઝા મુરાદ, ઈન્દ્રનીલ સેન ગુપ્તા અને અભિમન્યુ સિંહ જોવા મળશે.

કૃષ્ણા અભિષેકે મામા ગોવિંદાનો ઉલ્લેખ કર્યો

સોની ચેનલે આગામી એપિસોડનો લેટેસ્ટ પ્રોમો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, પ્રોમોમાં કપિલ શર્મા તમામ મહેમાનોનું સ્વાગત કરે છે અને તેમની સાથે મજાક કરે છે. દરમિયાન, એક જગ્યાએ કૃષ્ણા અભિષેકે મામા ગોવિંદાનું નામ લીધું. તેણે ગોવિંદ નામદેવ સાથેની વાતચીતમાં કહ્યું, “તમારું નામ ગોવિંદ છે તે સારું છે, જો ગોવિંદા હોત તો અમે આટલી વાત ન કરી હોત.”

કૃષ્ણા અભિષેક અને ગોવિંદાની લડાઈ કેમ શરૂ થઈ?

કૃષ્ણા અભિષેક અને ગોવિંદા વર્તમાનમાં તેમની વચ્ચેના અણબનાવને કારણે ચર્ચામાં રહે છે. બંને વચ્ચેની લડાઈ ત્યારે વધી ગઈ જ્યારે કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહે કહ્યું કે કેટલાક લોકો પૈસા માટે ડાન્સ કરે છે. ગોવિંદાની પત્નીને લાગ્યું કે કાશ્મીરાએ આ વાત તેના પતિ ગોવિંદા માટે કહી છે, જે(ગોંવિદા) બોલિવૂડમાં એક્ટિંગ સિવાય ડાન્સ માટે જાણીતા છે. ત્યારથી તેમની વચ્ચે અણબનાવના અહેવાલો છે.

આ પણ વાંચો: પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાની સગાઈમાં સેલેબ્સ અને રાજકારણીઓનો મેળો જામશે

Back to top button