બિઝનેસ

કોટક મહિન્દ્રા બેંકના MD અને CEO ઉદય કોટકે આપ્યું રાજીનામું, હવે કોણ સંભાળશે તેમની જવાબદારી?

Text To Speech
  • દિગ્ગજ બેંકર ઉદય કોટકે કોટક મહિન્દ્રા બેંકના MD અને CEO પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ ઘણા વર્ષો સુધી ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકનું નેતૃત્વ કરી રહ્યા હતા.

ખાનગી ક્ષેત્રની બેંક કોટક મહિન્દ્રા બેંકને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કોટક મહિન્દ્રા બેંકમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બેંકના MD અને CEO ઉદય કોટકે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોઈન્ટ એમડી દીપક ગુપ્તા 31 ડિસેમ્બર સુધી જવાબદારીઓ સંભાળશે. નોંધનીય છે કે, ઉદય કોટક 31 ડિસેમ્બર, 2023ના રોજ નિવૃત્ત થવાના હતા.

ઉદય કોટકે X પર ટ્વિટ કરીને માહિતી આપી

રાજીનામા બાદ ઉદય કોટકે X( ટ્વિટર) પર એક પોસ્ટ લખી છે. જેમાં તેણે લખ્યું છે કે મારા ઉત્તરાધિકારીની પસંદગી મારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહી છે. મેં બેંકના સીઈઓ પદ પરથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. જ્યાં સુધી અનુગામી અંગે રિઝર્વ બેંક તરફથી પરવાનગી ન મળે ત્યાં સુધી દીપક ગુપ્તા સીઈઓની જવાબદારી સંભાળશે.

ક્યારે કરી હતી શરૂઆત?

ઉલ્લેખનીય છે કે ઉદય કોટકે મહિન્દ્રા બેન્કની 1985માં નોન બેન્કિંગ ફાયનાન્શ કંપની તરીકે શરૂઆત કરી હતી. તે 2003માં એક ફુલ કોમર્શિયલ બેન્ક તરીકેનો લાયસન્સ મળ્યું ત્યારથી જ બેન્કનું નેતૃત્વ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: વિદ્યાર્થીનિઓને હેરાન કરતા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવવામાં પોલીસ વિભાગ પાછી પાની નહી કરે: હર્ષ સંઘવી

Back to top button