ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

કોનેરુ હમ્પીએ ઇતિહાસ રચ્યો, બીજી વખત વર્લ્ડ રેપિડ ચેસનો ખિતાબ જીત્યો; જૂઓ વીડિયો

  • ભારતની આ નંબર વન મહિલા ચેસ પ્લેયર ચીનની ઝુ વેનજુન પછી બીજી ખેલાડી બની જેણે આ ટાઇટલ એકથી વધુ વખત જીત્યું

HD ન્યૂઝ ડેસ્ક, 29 ડિસેમ્બર: ભારતની ગ્રાન્ડમાસ્ટર કોનેરુ હમ્પીએ આજે રવિવારે ઈન્ડોનેશિયાની ઈરીન સુકંદરને હરાવીને બીજી વખત વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. હમ્પીએ અગાઉ 2019માં જ્યોર્જિયામાં આ સ્પર્ધા જીતી હતી. ભારતની આ નંબર વન મહિલા ચેસ પ્લેયર ચીનની ઝુ વેનજુન પછી બીજી ખેલાડી બની જેણે આ ટાઇટલ એકથી વધુ વખત જીત્યું. આવું કરનાર તે ભારતની પ્રથમ મહિલા ચેસ ખેલાડી છે. આ જીત સાથે, હમ્પીએ વર્ષનો અંત ભારતીય ચેસ માટે ઉચ્ચ સ્તરે કર્યો છે. તેમની આ સિદ્ધિ વિશેષ હતી. હમ્પી પહેલા ડી ગુકેશે ઈતિહાસ રચ્યો હતો.

હમ્પીની જીતની આ ક્ષણનો જૂઓ વીડિયો

 

37 વર્ષીય હમ્પીએ 11માંથી 8.5 પોઈન્ટ સાથે ટૂર્નામેન્ટ પૂરી કરી. તે ભારતીય ગ્રાન્ડમાસ્ટર માટે નિર્ણાયક જીત હતી. તેમને ચેમ્પિયનશિપ જીતવા માટે માત્ર એક જીતની જરૂર હતી. ડ્રો કે હારથી તેમનું સપનું તૂટી ગયું હોટ. જો કે, આવું બન્યું નહીં. પુરૂષ વર્ગમાં રશિયાના 18 વર્ષના વોલોદર મુર્ઝિને આ ખિતાબ જીત્યો હતો. નોદિરબેક અબ્દુસત્તોરોવ પછી, મુર્જિન બીજા સૌથી યુવા FIDE વર્લ્ડ રેપિડ ચેમ્પિયન છે. નોદિરબેકે 17 વર્ષની ઉંમરે આ ખિતાબ જીત્યો હતો.

હમ્પીએ વર્ષનો અંત શાનદાર રીતે કર્યો

આ જીત સાથે, હમ્પીએ વર્ષનો અંત ભારતીય ચેસ માટે ઉચ્ચ સ્તરે કર્યો છે. તેમની આ સિદ્ધિ વિશેષ હતી. તાજેતરમાં જ ડી ગુકેશ સિંગાપોરમાં ક્લાસિકલ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીનના ડીંગ લિરેનને હરાવીને ચેમ્પિયન બન્યો હતો. હમ્પીએ હંમેશા રેપિડ દુનિયામાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. તેણે મોસ્કોમાં યોજાયેલી સ્પર્ધાની 2012ની આવૃત્તિમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

2019માં પણ ખિતાબ જીત્યો હતો

હમ્પી 2019માં જ્યોર્જિયાના બટુમીમાં ચેમ્પિયનશિપ જીતીને સફળતાના શિખરે પહોંચી હતી. ત્યારબાદ તેણીએ નર્વસ-વ્રેકિંગ આર્મગેડન રમતમાં ચીનની લેઈ ટિંગજીને હરાવી હતી. જ્યારે ગયા વર્ષે (2023) તેણે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આ જ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે 2023માં રશિયાની અનાસ્તાસિયા બોડનારુક સામે ટાઈબ્રેકમાં ટાઇટલ ગુમાવી ચૂકી હતી.

Back to top button