કોલકાતા, 5 સપ્ટેમ્બર : કોલકાતાની આરજી કર મેડિકલ હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો હજુ પણ ચર્ચામાં છે. પીડિતાને ન્યાયની માંગ સાથે સતત દેખાવો થઈ રહ્યા છે. આ દરમિયાન પીડિતાના પિતાએ કોલકાતા પોલીસને લઈને મોટું નિવેદન આપ્યું છે.
મામલો દબાવવા પ્રયાસ કરાયો
પીડિતાના પિતાનું કહેવું છે કે કોલકાતા પોલીસે મૃતદેહનો ઉતાવળે અંતિમ સંસ્કાર કરીને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે આરોપ લગાવ્યો કે આ મામલો સામે આવ્યા બાદ કોલકાતા પોલીસના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અમને લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો.
મૃતદેહ જોવાની પણ મંજૂરી ન અપાઈ
તેમણે કહ્યું કે કોલકાતા પોલીસ શરૂઆતથી જ આ કેસને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. અમને અમારી દીકરીનો મૃતદેહ જોવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી અને પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી રાહ જોવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ બાદ લાશ અમને સોંપવામાં આવી હતી. દરમિયાન એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અમને લાંચ આપવાનો પ્રયાસ કર્યો પરંતુ અમે ના પાડી દીધી.
આ પણ વાંચોઃબનાસકાંઠા: માટી બચાવવા થરાદ ખાતે સોઇલ ટેસ્ટ લેબોરેટરીનું કરાયુ લોકાર્પણ
હાઈકોર્ટે તપાસ સીબીઆઈબે સોંપી
પીડિતાના પરિવારજનોનું કહેવું છે કે તેઓએ તેમની પુત્રીને ન્યાય મેળવવા માટે જુનિયર ડોકટરોના પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે 10 ઓગસ્ટથી સમગ્ર બંગાળમાં દેખાવો થઈ રહ્યા છે. વિવિધ ક્ષેત્રના લોકો પીડિતા માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે મામલો વેગ પકડ્યા બાદ કોલકત્તા હાઈકોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી હતી.
શું છે આરજી કાર મેડિકલ કોલેજનો મામલો?
9 ઓગસ્ટની વહેલી સવારે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં એક મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ દારૂના નશામાં ધૂત આરોપી સંજય રોય એ જ બિલ્ડિંગમાં સૂતો હતો, જેને પોલીસે પાછળથી પકડી લીધો હતો. સીબીઆઈ હાલ આ મામલે તપાસ કરી રહી છે.
આ ઘટના બાદ સંજય રોયની ધરપકડ અને પૂછપરછમાં ઘણા મહત્વના ખુલાસા થયા છે. આ ઘટના બાદ સંજય રોયે જે કર્યું તે પોલીસને અનેક સવાલોમાં ફસાવી દીધી છે.પૂછપરછ બાદ જે માહિતી બહાર આવી છે તે મુજબ ઘટના બાદ સંજય રોય સીધો ચોથી બટાલિયનમાં ગયો હતો અને ત્યાં જ સૂઈ ગયો હતો. 10 ઓગસ્ટની સવારે જ્યારે તે જાગી ગયો, ત્યારે તેણે ફરીથી દારૂ પીધો અને પાછો સૂઈ ગયો. પોલીસને શંકા જતાં તેણે હોસ્પિટલના સેમિનાર હોલની આસપાસના તમામ સીસીટીવી ફૂટેજની તપાસ કરી. આ ફૂટેજમાં સંજય રોયની ગતિવિધિઓ સાથે અન્ય લોકોની પણ ઓળખ થઈ હતી.