ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોલકાતા RG કર કેસ: સંદીપ ઘોષ સામે EDની મોટી કાર્યવાહી, ઘણી જગ્યાએ પાડ્યા દરોડા

  • EDએ RG કર હોસ્પિટલમાં ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો છે અને તેના સંદર્ભમાં આગળની કાર્યવાહી કરી રહી છે

કોલકાતા, 6 સપ્ટેમ્બર: ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ વિરુદ્ધ આજે શુક્રવારે મોટી કાર્યવાહી કરી છે. EDએ RG કર હોસ્પિટલમાં ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો છે. જેને પગલે EDએ આજે શુક્રવારે વહેલી સવારે સંદીપ ઘોષ અને તેમના નજીકના લોકો પર દરોડા પાડ્યા છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. EDની ટીમે કોલકાતામાં 3થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. જેમાં મુખ્યત્વે સંદીપ ઘોષ અને તેના સહયોગીઓના ઠેકાણાઓ છે. EDએ હોસ્પિટલના ડેટા એન્ટ્રી ઓપરેટર પ્રસુન ચેટરજી સામે પણ કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે,  9 ઓગસ્ટના રોજ RG કર કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં દુષ્કર્મ બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલી ઇન્ટર્ન ડોક્ટરની લાશ મળી આવી હતી.

 

પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ CBI કસ્ટડીમાં

EDની ટીમે સંદીપ ઘોષના નજીકના કૌશિક કોલે, પ્રસુન ચેટરજી, બિપ્લબ સિંહના ઘરો પર દરોડા પાડ્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે, CBIએ મંગળવારે સંદીપ ઘોષની તેમના કાર્યકાળ દરમિયાન ગેરરીતિઓના આરોપસર ધરપકડ કરી હતી. તેને 8 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. અહીં પશ્ચિમ બંગાળ સરકારે તેમને સસ્પેન્ડ કરી દીધા છે. આ ઉપરાંત બિપ્લબ સિંહ સહિત અન્ય ત્રણ લોકોની પણ ધરપકડ કરી ચૂકી છે.  કૌશિક કોલએ સંદીપ ઘોષની નજીકના હોવાનું કહેવાય છે. હાલમાં હાવડા, સોનારપુર (દક્ષિણ 24 પેજ) અને અન્ય સ્થળો પર EDના દરોડા ચાલુ છે. આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર ભ્રષ્ટાચાર અને અન્ય અનેક ગેરરીતિઓનો આરોપ હેઠળ CBI તપાસ કરી રહી છે.

CBI દ્વારા ધરપકડ કરવામાં આવે તે પહેલા સંદીપ ઘોષની એજન્સીની સોલ્ટ લેક ઓફિસમાં 15 દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ CBIએ ઇન્ટર્ન ડોક્ટર સાથે દુષ્કર્મ અને તેના મર્ડરના કેસમાં પૂછપરછ કરી હતી. ઉપરાંત હોસ્પિટલમાં આર્થિક ગેરરીતિઓ અંગે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સંદીપ ઘોષનો બે વખત પોલીગ્રાફ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો. ED સંદીપ ઘોષની મની લોન્ડરિંગના આરોપમાં પણ તપાસ કરી રહી છે.

આ પણ જૂઓ: ડોક્ટરને ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી 4 લાખ પડાવ્યા; પોલીસે આરોપીને દબોચ્યો

Back to top button