ટ્રેન્ડિંગનેશનલમીડિયાવિશેષ

કોલકાતા રેપ કેસ મામલે આરોપીના સાયકોલૉજીકલ ટેસ્ટ માટે CBIનું લિસ્ટ તૈયાર

કોલકાતા – 16 ઓગસ્ટ : સીબીઆઈએ કોલકાતાની હોસ્પિટલમાં ફરજ પરના ટ્રેઈની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કેસની તપાસ શરૂ કરી છે. આ કેસમાં આરોપી સંજય રોયની મનોવૈજ્ઞાનિક કસોટી હશે. CBIની CFSL ટીમ ટેસ્ટિંગ માટે કોલકાતા પહોંચી ગઈ છે. CBI આરોપી સંજય રોયની માનસિક સ્થિતિ જાણવા માટે આ ટેસ્ટ કરાવી રહી છે. મળતી માહિતી મુજબ આરોપીના ફોનમાંથી ઘણી બધી વાંધાજનક સામગ્રી અને વીડિયો મળી આવ્યા છે. આ કારણોસર CBI આરોપીની માનસિક સ્થિતિ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ આરોપી સંજય રોયના ફોનમાંથી ઘણા પોર્ન વીડિયો મળી આવ્યા છે. આ કારણસર સીબીઆઈ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આરોપીએ અગાઉ કોઈ ઘટનાને અંજામ આપ્યો નથી. એવું માનવામાં આવે છે કે મનોવૈજ્ઞાનિક પરિક્ષણમાં સંજય રોયના ઘણાં રહસ્યો ખૂલી શકે છે.

સાયકોલૉજીકલ ટેસ્ટ શું છે તે જાણો

મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના માનસિક, ભાવનાત્મક અને વર્તણૂકીય ગુણોને ચકાસવા માટે કરવામાં આવે છે. આ પરીક્ષણ વ્યક્તિત્વ, બુદ્ધિ, રુચિઓ, વલણ અને અન્ય મનોવૈજ્ઞાનિક સ્થિતિઓ વિશે જાણવામાં મદદ કરે છે. આ પરીક્ષણમાં વ્યક્તિને અસ્પષ્ટ ઉત્તેજનાનો જવાબ આપવા માટે કહેવામાં આવે છે.

આ ટેસ્ટમાં લેયર્ડ વોઈસ એનાલિસિસ પણ કરવામાં આવશે જેથી આરોપી જૂઠું બોલી રહ્યો છે કે નહીં તે જાણી શકાય. આ ટેસ્ટમાં શંકાસ્પદ વ્યક્તિના અવાજ પરથી સત્ય કે અસત્ય જાણી શકાય છે.

સીબીઆઈ આ પ્રશ્નો પૂછી શકે છે

તારું નામ શું છે?
તું શું કરે છે?
તારા પરિવારમાં કોણ કોણ છે?
તારી પાસે કેટલા મોબાઈલ ફોન છે? મને નંબર કહો?
મને તારા મિત્રોના નામ જણાવો.
તારી કોઈ સાથે દુશ્મની છે? જો એમ હોય તો તે શા માટે છે? તેના નામ જણાવ.
ઘટનાના દિવસે તે શું કર્યું? ઘટના પહેલા તું ક્યાં ગયો હતો?
તું કોને મળ્યો?
બનાવની રાત્રે તે દારૂ પીધો હતો અને કેટલો દારૂ પીધો હતો?
શું તું ડ્રગ એડિક્ટ છે?
ઘટનાની રાત્રે તે હોસ્પિટલમાં શું કર્યું? તું કોને મળ્યો?
તું સેમિનાર હોલમાં કેમ ગયો?
તે પીડિતાને ક્યાં જોઈ?
તે પીડિતા સાથે કોઈ વાત કરી હતી?
હત્યા કરતી વખતે તને ડર નહોતો લાગતો?
ગુનો કર્યા પછી તું ક્યાં ગયો હતો? કોને કોને ફોન કર્યો? શું તે આ ઘટના વિશે કોઈને કંઈ કહ્યું?
તારા ફોનમાં પોર્ન વિડીયો જોવા મળ્યા હતા, તને ક્યારથી તેની લત લાગી છે?

આ પણ જાણો : ‘તારક મહેતા’શોના કન્ટેન્ટને યૂઝ કરવા પર HCની લાલ આંખ, જાણો શું છે મામલો?

Back to top button