ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોલકાતા કેસનો આરોપી સંજય રોય કોર્ટમાં પોતાને નિર્દોષ સાબિત કરી શકે છે, વકીલનો દાવો

Text To Speech
  • આરજી કર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને ઘાતકી હત્યાના કેસમાં વિરોધ પ્રદર્શન ચાલુ

કોલકાતા, 3 સપ્ટેમ્બર: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને ઘાતકી હત્યાના કેસમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ કેસની તપાસ દરમિયાન સીબીઆઈએ હાલમાં જ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ધરપકડ કરી છે. જો કે કોલકાતા કેસમાં મોટો વિકાસ જોવા મળી શકે છે. મળતી માહિતી મુજબ, મહિલા ડોક્ટર સાથે કથિત દુષ્કર્મ અને હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી સંજય રોય કોર્ટમાં પોતાને નિર્દોષ જાહેર કરી શકે છે. તેમ વકીલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

બચાવ પક્ષના વકીલનો દાવો

કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસમાં બચાવ પક્ષના વકીલે સોમવારે દાવો કર્યો હતો કે, આરોપી સંજય રોય સંભવતઃ કોર્ટમાં નિર્દોષ હોવાની દલીલ કરી શકે છે કારણ કે તેને કેસમાં ફસાવવામાં આવ્યો છે. આરોપી સંજય રોયે જણાવ્યું કે, આરોપીએ તેને કહ્યું કે તે પીડિતાને ઓળખતો નહોતો. દુષ્કર્મ-હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલા સંજય રોયના વકીલે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “મારા અસીલએ કહ્યું છે કે તેને ફસાવવામાં આવ્યો છે અને પુરાવાઓ ઘડવામાં આવ્યા છે. તે કોર્ટમાં પોતાને નિર્દોષ સાબિત કરશે.”

વકીલ બે વાર આરોપીને મળ્યો

આરોપીના વકીલે કહ્યું છે કે, જે દિવસથી તેમની સંજય રોયનો કેસ લડવા માટે નિમણૂક કરવામાં આવી હતી, ત્યારથી તે માત્ર બે વાર જ આરોપીને મળી શકી છે, પ્રથમ વખત 15 મિનિટ માટે અને બીજી વખત શનિવારે 10 મિનિટ માટે. વકીલે કહ્યું કે, ફરિયાદ પક્ષના વકીલો દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોના આધારે અમે અમારો કેસ લડીશું. વકીલે એવો પણ દાવો કર્યો હતો કે, રોય તેના મિત્રના પિતાના સ્વાસ્થ્ય વિશે પૂછવા માટે જ્યાં આરજી કર હોસ્પિટલનો સેમિનાર હોલ સ્થિત છે તે ફ્લોર પર ગયો હતો, જેમણે તે દિવસે ઓપરેશન કરાવ્યું હતું.

આ પણ જૂઓ: કોલકાતા : ભ્રષ્ટાચારના આરોપસર ડો.સંદીપ ઘોષની CBIએ કરી ધરપકડ

Back to top button