ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઔરંગઝેબના ફોટો સ્ટેટસને કારણે કોલ્હાપુરમાં હંગામો, પોલિસે કર્યો લાઠીચાર્જ

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં કેટલાક યુવકોના વોટ્સએપ સ્ટેટસ પર ઔરંગઝેબની તસવીર મુકવાને કારણે મામલો ગરમાયો છે. હિન્દુ સંગઠનોએ બુધવારે (7 જૂન) કોલ્હાપુરના છત્રપતિ શિવાજી મહારાજ ચોકમાં કાર્યકરોને ભેગા થવાનું આહ્વાન કર્યું હતું. જ્યારે હિન્દુ સંગઠનના લોકો ત્યાં એકઠા થવા લાગ્યા તો પોલીસે કાર્યવાહી શરૂ કરી.

કોલ્હાપુરમાં તણાવની સ્થિતિઃ પોલીસે સંગઠનના લોકો પર લાઠીચાર્જ કર્યો હતો આ સાથે કોલ્હાપુરમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લા પ્રશાસને 19મી સુધી શહેરમાં ગમે ત્યાં એકઠા થવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ કેસમાં બે લોકોની અટકાયત કરવામાં આવી છે. બંને લોકો પર પોસ્ટ બનાવવા અને તેને સર્ક્યુલેટ કરવાનો આરોપ છે. આ સાથે રેન્જના આઈજી અને એસપી પણ સ્થળ પર હાજર છે.

કડક કાર્યવાહી કરવા સૂચનાઃ કોલ્હાપુરની ઘટના પર મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી સરકારની જવાબદારી છે. હું જનતાને પણ શાંતિ જાળવવા અપીલ કરું છું. પોલીસ તપાસ ચાલી રહી છે અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ગૃહ વિભાગને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. તેમણે કહ્યું કે ઔરંગઝેબના વખાણ કરનારાઓ માટે મહારાષ્ટ્રમાં કોઈ માફી નથી. પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ, લોકો પણ શાંતિ જાળવી રાખે, જેથી કોઈ અપ્રિય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવાની અમારી સામૂહિક જવાબદારી છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠા : ડીસાના થેરવાડામાં પિતાના ઘરે ચોરી કરી વિધર્મી પ્રેમી સાથે મહિલા કોન્સ્ટેબલ ફરી ભાગી ગઈ

Back to top button