એશિયા કપમાં પોતાનું ફોર્મ પાછું મેળવનાર ટીમ ઈન્ડિયા ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના ફેન ફોલોઅર્સની સંખ્યા રેકોર્ડબ્રેક કરી છે. સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહનાર કોહલીના ટ્વિટર પર 5 કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે. જે સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર ક્રિકેટર છે. આટલા ફોલોઅર્સ કોઈ ક્રિકેટરના નથી. કોહલી આ મામલે સચિન તેંડુલકરને પહેલા જ પાછળ છોડી ચુક્યો છે. આ પ્લેટફોર્મ પર સચિનને 3.7 કરોડ (37.8 મિલિયન) યુઝર ફોલો કરે છે.
ટ્વિટર પર ફોલો થનાર ચોથો ખેલાડી
કોહલી ટ્વિટર પર સૌથી વધુ ફોલો થનાર દુનિયાનો ચોથો ખેલાડી છે. આ લિસ્ટમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પહેલા સ્થાને છે. તેને 10 કરોડ (103.4 મિલિયન) યુઝર્સ ફોલો કરે છે. તેના પછી નેમાર (5.79 કરોડ)નો નંબર આવે છે. બાસ્કેટબોલ પ્લેયર લેબ્રોન જેમ્સ (5.22 કરોડ) ત્રીજા નંબરે છે.
ઈન્સ્ટા, ટ્વિટર, ફેસબુક પર 31 કરોડ ફોલોઅર્સ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર હવે વિરાટના ટોટલ લગભગ 31 કરોડ ફોલોઅર્સ છે. જેમાં ઈન્સ્ટાગ્રામના 21.1 કરોડ અને ફેસબુકના 4.9 કરોડ યુઝર પણ સામેલ છે.
જૂનમાં ઈન્સ્ટાગ્રામ પર 21 કરોડ ફોલોઅર્સ થયા હતા
ઈન્સ્ટાગ્રામમાં પૂર્વ ભારતીય કેપ્ટન કોહલીના 21 કરોડ ફોલોઅર્સ આ વર્ષે જૂનમાં થઈ ગયા હતા. તે ઈન્સ્ટા પર પણ સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર ક્રિકેટર છે. હવે તેમના 21.1 કરોડ ફોલોઅર્સ છે. આ પ્લેટફોર્મ પર કોહલી ત્રીજા નંબર પર છે. તેનાથી વધુ પોર્ટુગલના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના 451 મિલિયન (45.1 કરોડ) અને આર્જેન્ટીનાના સ્ટાર લિયોનલ મેસીના 334 મિલિયન (33.4 કરોડ) ફોલોઅર્સ છે.