IPL-2024ટોપ ન્યૂઝવિશેષસ્પોર્ટસ

મેચ પછીની શરમજનક ઘટનાઓ અંગે કોહલી કેમ ચૂપ છે?

Text To Speech

20 મે, અમદાવાદ: શનિવારે RCB અને CSK વચ્ચેની મેચ પત્યા બાદ ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર અને બેંગલુરુના અમુક વિસ્તારોમાં RCB ફેન્સ દ્વારા CSK ફેન્સ પર અણછાજતો વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ ઘટના ઘટે એક દિવસ ઉપર વીતી ગયું છે પરંતુ RCBનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી આ અંગે બિલકુલ મૌન છે. ચાહકો હવે પ્રશ્ન કરી રહ્યા છે કે મેચ પછીની શરમજનક ઘટનાઓ અંગે કોહલી કેમ ચૂપ છે?

શનિવારે સાંજે એક રસાકસીભરી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારી ગયા હતા. બંને ટીમો માટે આ મેચ જીતવી જરૂરી હતી કારણકે તો જ તે IPL 2024 પ્લેઓફ્સમાં ક્વોલીફાય થઇ શકે તેમ હતું. પરંતુ બેંગલુરુ જીતી ગયું અને ચેન્નાઈ હારી ગયું આથી RCBના ફેન્સનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો હતો.

પરંતુ ત્યારબાદ જ્યારે બંને ટીમોના ફેન્સ સ્ટેડિયમમાંથી પોતપોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે RCB ફેન્સે CSK ફેન્સ પર કથિત રીતે હુમલા કર્યા હતા. અમુક ફેન્સે દારૂના નશામાં CSK સમર્થક યુવતિઓના હાથ પકડવાનો પ્રયાસ કર્યો હતો. તો અમુકે ચેન્નાઈ સમર્થક યુવાનો અને યુવતિઓની આંખમાં આંગળીઓ ભેરવવાનો પ્રયાસ પણ કર્યો હતો. આટલું જ નહીં એક RCB ફેને તો પોતાની મોંઘીદાટ કાર CSK ફેન્સના ગ્રુપ ઉપર ચડાવવાનો પ્રયાસ પણ કર્યો હોવાનો દાવો થઇ રહ્યો છે.

તો અમુક RCB ફેન્સે CSK સમર્થક યુવતિઓ તરફ અભદ્ર ઈશારાઓ પણ કર્યા હતા.

આટઆટલી ઘટનાઓ બની ગયા પછી ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ ગ્રુપે પોતાના સાથી ફેન્સની ચિંતા કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયા સાઈટ X પર મૂકી હતી. પરંતુ બે દિવસ બાદ હજી સુધી RCB તેના ફેન ગ્રુપ કે RCBના મોટા ખેલાડીઓ તરફથી ઉપરોક્ત ઘટનાઓની ટીકા કરતી કોઈ પોસ્ટ સોશિયલ મીડિયામાં સામે આવી નથી.

સામાન્ય રીતે પોતાની ટીમનું પ્રમોશન કરવા માટે RCB ઢગલાબંધ રિલ્સ પોસ્ટ કરતી હોય છે પરંતુ આ વખતે તેવી કોઈ રીલ પણ સામે નથી આવી. જ્યારે મોટી સંખ્યામાં CSK સમર્થકો કહી રહ્યા હોય કે તેમની સાથે RCB સમર્થકો દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે ત્યારે RCBના મોટા ખેલાડીઓની ફરજ બને છે કે તેઓ પોતાના સમર્થકોને સમજાવતી પોસ્ટ કરે અથ્વાઓ રીલ પબ્લિશ કરે.

પરંતુ આવું કશું થયું નથી આથી ફેન્સનો એ પ્રશ્ન કે વિરાટ કોહલી કેમ ચૂપ છે? તે સર્વથા યોગ્ય છે.

Back to top button