ટ્રેન્ડિંગસ્પોર્ટસ

વન-ડે પહેલા કોહલીની પોસ્ટ, ‘क्या होगा अगर मैं गिर गया?

Text To Speech

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી અને નિર્ણાયક વન-ડે પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા કોહલીની ઘણી ટીકા થઈ રહી છે. આ ટીકાઓ વચ્ચે, તેણે તેની પોસ્ટની સાથે કેપ્શનમાં કંઈક આ રીતે લખ્યું છે, જે દર્શાવે છે કે તે હજી પણ તેની પ્રક્રિયા પર વિશ્વાસ કરી રહ્યો છે. કેપ્ટન રોહિત શર્માએ રીસન્ટલી કોહલીના ફોર્મનો બચાવ કરતા કહ્યું કે-તેને માત્ર એક સારી સપોર્ટ સિસ્ટમની જરૂર છે.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

પૂર્વ કેપ્ટન કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘क्या होगा अगर मैं गिर गया? ओह, लेकिन डॉर्लिंग, क्या हुआ अगर तुम उड़ गए।’ કોહલીનું ફોર્મ તેના ફેન્સ અને નિષ્ણાતો બંને માટે ચિંતાનો વિષય છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન જ્યાં નિષ્ણાતો તેને આરામ આપવાની હિમાયત કરી રહ્યા હતા, ત્યારે હવે પસંદગીની શ્રેણી માટે કોહલીની ટીકા થઈ રહી છે. ઈરફાન પઠાણ અને વેંકટેશ અય્યર જેવા ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓએ કહ્યું છે કે આરામ કરતા સમયે કોઈ પણ ફોર્મમાં પાછું નથી આવતું.

Virat 01

ઈંગ્લેન્ડ સામેની મેચમાં પણ કોહલીનું પ્રદર્શન નબળું રહ્યું હતું. ઈંગ્લેન્ડ સામેની મેચમાં અત્યાર સુધીમાં 11, 20, 1, 11 અને 16 રન બનાવ્યા છે. કોહલી ત્રીજી વનડેમાં એક્શનમાં જોવા મળી શકે છે. તેને વેસ્ટ ઈન્ડિઝ સામે આરામ આપવામાં આવ્યો છે. હવે પછી હવે તે એશિયા કપ-2022માં જ જોવા મળશે.

Back to top button