સ્પોર્ટસ

કોહલીએ T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ અણનમ અડધી સદી ફટકારી, ટોપ 5માં માત્ર એક ભારતીય

Text To Speech

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ ભારતે જીતી લીધી હતી. હવે આગામી મેચ રવિવારે રમાશે. આ મેચમાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સારૂ પ્રદર્શન કરી શકે છે. કોહલીએ પોતાની કારકિર્દી દરમિયાન ઘણા શાનદાર રેકોર્ડ બનાવ્યા છે. તે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ અણનમ અડધી સદી ફટકારનાર બેટ્સમેન પણ છે.

Virat Kohli
Virat Kohli

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ અણનમ અડધી સદીનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. તેણે 19 વખત અણનમ અડધી સદી ફટકારી છે. આ મામલામાં પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન બીજા નંબર પર છે. તેણે 10 વખત અણનમ અડધી સદી ફટકારી છે. બાબર આઝમ 9 અડધી સદી સાથે ત્રીજા સ્થાને છે. ડેવિડ વોર્નરે પણ 9 અડધી સદી ફટકારી છે. જ્યારે જોસ બટલર અને રોહિત શર્માએ 8-8 વખત અણનમ અડધી સદી ફટકારી છે.

નોંધનીય છે કે કોહલીનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ મજબૂત રહ્યો છે. તેણે અત્યાર સુધી રમાયેલી 108 મેચમાં 3663 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ એક સદી અને 33 અડધી સદી ફટકારી છે. આ ફોર્મેટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 122 રન છે. તેણે 262 વનડેમાં 12344 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 43 સદી અને 64 અડધી સદી ફટકારી છે. કોહલીનો શ્રેષ્ઠ વનડે સ્કોર 183 રન છે. તેણે ટેસ્ટ મેચોમાં 27 સદી અને 28 અડધી સદી ફટકારી છે.

T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ અણનમ અર્ધસદી

  • 19 – વિરાટ કોહલી
  • 10 – મોહમ્મદ રિઝવાન
  • 9 – બાબર આઝમ*
  • 9 – ડેવિડ વોર્નર
  • 8 – જોસ બટલર
  • 8 – રોહિત શર્મા

આ પણ વાંચો : 5G યુગનો પ્રારંભ : વડાપ્રધાન મોદીએ શરૂ કરાવી સેવા

Back to top button