ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

કોહલી 147 વર્ષનો ઈતિહાસ બદલવા તૈયાર, 58 રન બનાવતા જ તૂટશે સચિનનો રેકોર્ડ

  • ક્રિકેટ જગતમાં વિરાટ કોહલીની સરખામણી હંમેશા સચિન તેંડુલકર સાથે કરવામાં આવે છે

HD ન્યૂઝ ડેસ્ક, 12 સપ્ટેમ્બર:  ફેન્સ અને ક્રિકેટ એક્સપર્ટ હંમેશા વિરાટ કોહલીની સરખામણી હંમેશા સચિન તેંડુલકર સાથે કરે છે, પરંતુ વિરાટ કોહલીનું માનવું છે કે, તે સચિન તેંડુલકરને ​​ટીવી પર જોઈને મોટો થયો છે. તેથી આ સ્થિતિમાં તેની સરખામણી સચિન સાથે કરવી અયોગ્ય ગણાશે. સચિને ભારતીય ટીમમાંથી નિવૃત્તિ લીધાને ઘણા વર્ષો થઈ ગયા છે. જ્યારે કિંગ કોહલી હજુ પણ દેશ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રમી રહ્યો છે. અહીં તે ક્રિકેટના બે ફોર્મેટ, ODI અને ટેસ્ટમાં સક્રિય છે, જ્યારે T20 વર્લ્ડ કપ 2024ની સફળતા સાથે તેણે T20 ફોર્મેટને અલવિદા કહી દીધું છે. ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ સામે ટૂંક સમયમાં 2 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. જો અહીં વિરાટ કોહલીનું બેટ ચાલશે તો તે સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે. કોહલી આ રેકોર્ડ બનાવવાથી માત્ર 58 રન દૂર છે.

વિરાટ કોહલી ઇતિહાસ રચવાની નજીક

ભારતીય ટીમ ટૂંક સમયમાં બાંગ્લાદેશ સામે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. જો અહીં કિંગ કોહલી બેટિંગ ચાલશે તો એક રેકોર્ડ પોતાના નામે કરી લેશે. હકીકતમાં, હાલ સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી 27,000 રન બનાવવાનો વિશેષ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેણે 623 ઇનિંગ્સ (226 ટેસ્ટ ઇનિંગ્સ, 396 ODI ઇનિંગ્સ અને 1 T20) પછી 27,000નો આંકડો સ્પર્શ કર્યો હતો.

જો આગામી સિરીઝ દરમિયાન વિરાટ કોહલી 58 રન બનાવી લે છે તો તે સચિનની આ ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લેશે. હાલમાં તેણે દેશ માટે 591 ઇનિંગ્સ રમી છે અને 26,942 રન બનાવ્યા છે.

કોહલીને 8 ઇનિંગ્સમાં 58 રનની જરૂર

એવું નથી કે જો કોહલી બાંગ્લાદેશ સામે 58 રન નહીં બનાવે તો તે કોઈ ખાસ ઉપલબ્ધિથી વંચિત રહી જશે. તેની પાસે સચિનનો ખાસ રેકોર્ડ તોડવાની પૂરતી તકો છે. એવી પૂરેપૂરી શક્યતા છે કે, આગામી સિરીઝમાં કોહલી સચિનની આ ખાસ સિદ્ધિનું પોતાના નામે કરી લેશે. આમ કરીને કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં 600થી ઓછી ઈનિંગ્સમાં 27,000 રન પૂરા કરનારો પ્રથમ ક્રિકેટર પણ બની જશે.

3 મહાન ખેલાડીઓના નામે આ રેકોર્ડ છે

હાલમાં સચિન તેંડુલકર સિવાય ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને પૂર્વ શ્રીલંકન ક્રિકેટર કુમાર સંગાકારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27000થી વધુ રન બનાવ્યા છે.

આ પણ જૂઓ: Video : T20ની ગજબ ઘટના, બે બોલરોએ સાથે મળીને લીધી હેટ્રિક

Back to top button