ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ કપસ્પોર્ટસ

કોહલીએ આજે સચિન તેંડુલકરના એક સાથે બે-બે રેકોર્ડ તોડ્યા

Text To Speech
  • વિરાટ કોહલીએ વનડેમાં 50મી સદી પુરી કરીને સચિનને પણ પાછળ છોડીને સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બન્યો.

World Cup 2023: વિરાટ કોહલીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઐતિહાસિક ઈનિંગ રમી અને વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી છે. આ સદી સાથે કિંગ કોહલીએ સચિન તેંડુલકરનો વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ તોડી છે. કોહલીએ 113 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 117 રન બનાવી પોતાની સદી પૂરી કરી હતી. કોહલીની આ 50મી ODI સદી હતી અને તે ODI ફોર્મેટમાં 50 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.

પૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરે પોતાની કારકિર્દીમાં 49 ODI સદી ફટકારી હતી, પરંતુ હવે કોહલીએ આ દિગ્ગજનો રેકોર્ડ તોડી નાખ્યો છે. દિગ્ગજ તેંડુલકરે પોતાની કારકિર્દીમાં 463 ODI મેચ રમી હતી. જ્યારે કિંગ કોહલી તેની 291મી ODI મેચ રમી રહ્યો છે. આ સિવાય કોહલીએ વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ મામલે પણ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી દિધા છે.

કોહલી પહેલા સચિન તેંડુલકરે વર્લ્ડ કપની એક આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. સચિને 2003ના વર્લ્ડ કપમાં 673 રન બનાવ્યા હતા. પરંતુ હવે આ રેકોર્ડમાં કોહલીનું નામ પણ લખાઈ ગયું છે. વર્લ્ડ કપના 48 વર્ષ જૂના ઈતિહાસમાં કોહલી એક જ એડિશનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર બીજા બેટ્સમેન

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર કોહલી બીજા બેટ્સમેન છે. તેની 50મી ODI સદી દ્વારા, કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 80મી સદી ફટકારી. વનડેમાં 50 સદી ઉપરાંત કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 29 સદી અને T20 ઈન્ટરનેશનલમાં 1 સદી ફટકારી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરના નામે છે, જેણે પોતાની કારકિર્દીમાં 100 સદી ફટકારી હતી.

 આ પણ વાંચો: રોહિત શર્માએ ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો, બન્યો સિક્સરનો સરતાજ

Back to top button