T20 વર્લ્ડ કપમાં કોહલીએ બનાવ્યો રેકોર્ડ, ક્રિસ ગેલને પાછળ છોડીને બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો


વિરાટ કોહલીએ નેધરલેન્ડ સામે 44 બોલમાં 62 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગની મદદથી તે હવે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બીજા નંબરનો ખેલાડી બની ગયો છે. તેણે આ મામલે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલને પાછળ છોડી દીધો છે. વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 989 રન બનાવ્યા છે. તેણે 23 મેચની 21 ઇનિંગ્સમાં આટલા રન બનાવ્યા છે. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 89.90 અને સ્ટ્રાઈક રેટ 132.04 રહી છે. આ 21 ઇનિંગ્સમાં વિરાટે 12 અડધી સદી ફટકારી છે.

જયવર્દને ટોપ પર
T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન મહેલા જયવર્દનેના નામે છે. જયવર્દનેએ 31 ઇનિંગ્સમાં 1016 રન બનાવ્યા છે. જયવર્દને 39.07ની એવરેજ અને 134.74ના સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા છે. અહીં ક્રિસ ગેલ ત્રીજા સ્થાને છે. ક્રિસ ગેલના નામે 965 રન છે.
રોહિત શર્મા બહુ દૂર નથી
રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપમાં પણ 904 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં તે વિરાટ કોહલીથી પણ પાછળ નથી. રોહિત શર્માએ T20 વર્લ્ડ કપમાં 35 મેચોની 32 ઇનિંગ્સમાં 37.66ની એવરેજ અને 131ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે.
આ પણ વાંચો : ભારત-નેધરલેન્ડની ચાલુ મેચમાં ટીમ ઈન્ડિયાના ફેન્સે ગર્લફ્રેન્ડને કર્યો પ્રપોઝ, જુઓ Video