ટ્રોફી જીત્યા બાદ કોહલી અને રોહિત રમ્યા ડાંડિયા રાસ, જુઓ વીડિયો


દુબઈ, 10 માર્ચ : ભારતે રવિવારે (9 માર્ચ) દુબઈમાં ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની 2025ની સીઝન જીતી હતી, આ ભારતની સાતમી ICC ટ્રોફી છે. ત્રીજું ચેમ્પિયન્સ ટ્રોફી ટાઈટલ પણ છે. જીતની સાથે જ દુનિયાભરમાં વસતા ભારતીયો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે દુબઈના મેદાન ઉપર કેપ્ટન રોહીત શર્મા અને વિરાટ કોહલીની જીતની ઉજવણી કરતો વીડિયો વાયરલ થયો છે.
બંને ખેલાડીઓએ સ્ટમ્પથી ડાંડિયા લીધા
દુબઈમાં 4 વિકેટે શાનદાર જીત મેળવી ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી ત્યારે આ જીત બાદ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મેદાનની વચ્ચેથી સ્ટમ્પ ઉખેડી તેના વડે દાંડિયા લીધા હતા. આ વીડિયો હાલ વાયરલ થયો છે.
252 રનનો હતો ટાર્ગેટ, ત્રીજી વખત ટ્રોફી જીતી
આ ટાઈટલ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે 252 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. પ્લેયર ઓફ ધ મેચ રોહિત શર્માએ સૌથી વધુ 76 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે ત્રીજી વખત (2000, 2013, 2024) ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ભારતે ટાઈટલ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવીને ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. ત્યારે દુબઈમાં પણ, ODI ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો અજેય સિલસિલો ચાલુ રહ્યો. ન્યુઝીલેન્ડ સામે ભારતની આ સતત સાતમી ODI જીત હતી.
આ પણ વાંચો :- ચેમ્પિયન્સ ટ્રોફી જીતની ઉજવણી ઈન્દોરમાં હિંસક બની, જૂથ અથડામણ પછી તણાવપૂર્ણ સ્થિતિ