ટ્રાવેલદિવાળી

વિદેશમાં નહીં ભારતમાં જ છે આ “સ્વિત્ઝરલેન્ડ”

Text To Speech

સુંદર પહાડોની સાથે નગીનાની જેમ સજાવેલું કોડાઇકેનાલ દેશનું મનમોહક હિલસ્ટેશન છે. નેચરલ બ્યૂટીની સાથે અહીં રોમેન્ટિક પળોની શોધમાં નીકળેલા કપલ્સ અને હેલ્થ બેનિફિટ માટે તાજગી શોધવા આવતા ટૂરિસ્ટને માટે અહીંનું સૌંદર્ય અસીમ રહે છે. એક ખાસ એટ્રેક્શન તેમને અહીં ખેંચી લાવે છે. કોડાઇકેનાલ સમુદ્રતટથી 2133 મીટરની ઊંચાઇ પર છે. તમિલનાડુના પશ્ચિમઘાટની પલાની પહાડોમાં આવેલું આ સહેર લગભગ 21 વર્ગ કિમી ક્ષેત્રમાં આવેલું છે. સુંદર પ્રાકૃતિક છટાના કારણે તેને દક્ષિણ ભારતનું સ્વિત્ઝરલેન્ડ કહેવામાં આવે છે. અહીં ઠંડા પવનોને જોઇને વિશ્વાસ થતો નથી કે આ વિસ્તારમાં આટલું ઠંડું વાતાવરણ હોઇ શકે છે.

મદુરાઇથી કોડાઇકેનાલ સુધી બસ કે ટેક્સીમાં 3-4 કલાકમાં

કોડાઇકેનાલમાં બીયર શોલા રોડ અને સેવન રોડના મુખ્ય બજારોમાં હોટલ અને લૉજ છે. અહીં તમે તમારા બજેટના આધારે રહેવાન વ્યવસ્થા પસંદ કરી શકો છો. કોડાઇકેનાલનું નજીકનું રેલ્વે સ્ટેશન અને હવાઇ અડ્ડા મદુરાઇ 120 કિલોમીટર છે. ચેન્નઇ અને કોઇમ્બતૂરથી મદુરાઇ સડક, રેલ અને હવાઇમાર્ગથી જોડાયેલું
છે. મદુરાઇથી કોડાઇકેનાલ સુધી બસ કે ટેક્સીમાં 3-4 કલાકમાં જઇ શકાય છે.

24 હેક્ટરમાં ફેલાયેલી આ જગ્યા અહીંનું જાણીતું પર્યટન સ્થળ

આમ તો કોડાઇકેનાલની સીઝન આખું વર્ષ પર્યટકોને આર્કષિત કરે છે. અહીં નવેમ્બર- ડિસેમ્બરમાં ભારે વરસાદની સીઝન રહે છે. આ સિવાય કોઇપણ મહિનામાં અહીંની મુલાકાત લઇ શકાય છે. 24 હેક્ટરમાં ફેલાયેલી આ જગ્યા અહીંનું જાણીતું પર્યટન સ્થળ છે. સ્ટાર ફિશ ડિઝાઇન જેવા લેકમાં શિકારની સવારી કરીને કાશ્મીરના ડલ લેક ઝીલની મજા લઇ શકાય છે. લેકની સાથે બનેલી સડકો પર ઘોડેસવારી કરીને અહીં પ્રકૃતિની સુંદરતા માણી શકાય છે.

160 વર્ષ જૂનું યુકેલિપ્ટસનું ઝાડ અહીંની ખાસિયત

કોડાઇકેનાલ લેકની એક તરફ બેરિઝમ લેકનું સૌંદર્ય અપાર છે. અહીં કોડાઇકેનાલ બસસ્ટેન્ડથી 20 કિમીના અંતરમાં જઇ શકાય છે. અહીં લોકો પિકનિક માટે આવે છે. આ લેક અહીંના પેરિયાકુલમ નગરને પાણી પહોંચાડે છે. બેરિઝમ લેકની પાસે આવેલું આ પાર્ક 20 એકરમાં બનેલું છે. પાર્કમાં ફૂલો અને સાથે કેટલાક ખાસ પ્રકારના વૃક્ષો છે. જે અહીંના પહાડો પર જોવા મળે છે, 160 વર્ષ જૂનું યુકેલિપ્ટસનું ઝાડ અહીંની ખાસિયત છે જે લગભગ 250 ફીટ ઊંચું છે.

Back to top button