ટોપ ન્યૂઝનેશનલ

કોચીની CUSAT યુનિવર્સિટીમાં મ્યુઝિક કોન્સર્ટમાં ભોગદોડ મચી : 4 વિદ્યાર્થીઓના મોત

Text To Speech

કેરળના કોચી સ્થિત CUSAT યુનિવર્સિટીમાં શનિવારે મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. યુનિવર્સિટીમાં નાસભાગમાં ચાર વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે આ અકસ્માત નિકિતા ગાંધીના કોન્સર્ટ દરમિયાન થયો હતો.


મળતી માહિતી મુજબ, યુનિવર્સિટી કેમ્પસના ઓપન-એર ઓડિટોરિયમમાં મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે ઘાયલોની સારવાર માટે કલામસેરી મેડિકલ કોલેજમાં વ્યવસ્થા કરવામાં આવી છે.


નાસભાગમાં જીવ ગુમાવનારા ચાર વિદ્યાર્થીઓમાં 2 છોકરા અને 2 છોકરીઓ છે. જ્યારે બે વિદ્યાર્થીનીઓની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પ્રારંભિક વિશ્લેષણ મુજબ, જ્યારે વરસાદ શરૂ થયો, ત્યારે પાછળના વિદ્યાર્થીઓ આગળની તરફ દોડવા લાગ્યા હતા. આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ હતી. જેના લીધે કેટલાક વિદ્યાર્થીઓ પડી જતા તેના ઉપર વિદ્યાર્થીઓ ચડીને ભાગતા તેમના મોત થયા હતા.

Back to top button